મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતએ ઈરાનના ટોપ જનરલ કાસિમ સુલેમાનીની હત્યાને ધ્યાનમાં રાખતા શાંતિ વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી દુનિયા ચિંતામાં પડી ગઈ છે. ભારતે શુક્રવારે ઈરાન સામે કરાયેલી અમેરિકી કાર્યવાહી પર ખુબ સાવધ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તમામ પક્ષોથી સંયમ રાખવાની અપીલ છે. ભારત સરકારે કહ્યું કે, જરૂરી છે કે પરિસ્થિતિ કાબુ બહાર ન જાય. ભારત સતત સંયમ રાખવા અંગે ધ્યાન આપે છે અને આગળ પણ આપશે.

ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ કૂદ્સ ફોર્સના ચીફ કાસિમ સુલેમાનીને ખાડી દેશોના બીજા સૌથી તાકતવર નેતા માનવામાં આવતા હતા. અમેરિકા, ભારતના સૌથી મહત્વના રાજનૈતિક ભાગીદાર છે. પરંતુ ઈરાન સાથે તેના કથિત સભ્યતાગત સંબંધ પણ છે. સાથે જ ભારત પાકિસ્તાનને નજરઅંદાજ કરતાં મધ્ય એશિયા તથા અફ્ઘાનિસ્તાન સુધી પહોંચવા માટે વૈકલ્પિક રસ્તો કાઢવાના ફિરાકમાં છે જે ઈરાનના ચાબહાર પોર્ટથી પસાર થાય છે. ત્યાં જ ખાડી વિસ્તારમાં અંદાજીત 80 લાખ ભારતીય નાગરિકોના નિવાસના કારણે ભારત માટે તેહરાનથી મોંઢું ફેરવવું લગભગ અસંભવ છે.

પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ માને છે કે અમેરિકી રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ બે જવાબદાર વર્તણૂંકથી ભારત સામે મુશ્કેલી ભર્યા સંજોગો ઊભા થયા છે. ટ્રમ્પએ જે કર્યું, તેને કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં યોગ્ય ઠેરવી શકાય તેમ નથી. સિબ્બલે કહ્યું કે, તેની જવાબી કાર્યવાહીને ઉકસાવો મળશે અને આખરે ક્ષેત્રમાં અસ્થિરતા વધશે અને ત્યાં અમારા વ્યાપક હિતોને પણ ઠેસ પહોંચશે.

આમ તો ભારતે અમેરિકાના દબાણમાં પહેલા જ ઈરાન સાથે તેલની આવક લગભગ રોકી દીધી છે અને હવે ઈરાન ભારતના મોટા ઓઈલ નિકાસકારોમાં ગણાઈ ગયું છે. એવામાં ક્ષેત્રમાં સૈન્ય કાર્યવાહી વધી તો ભારતના ઓઈલને અસર પડી શકે છે. પૂર્વ રાજનૈતિક અને મધ્ય પૂર્વ એશિયાના મોટા જાણકારી તલમીજ અહેમદ કહે છે કે ભારતની પ્રતિક્રિયા પારંપરિક દ્વિપક્ષીય અને પારસ્પરિક હિતોના આધારિત છે. તેમણે કહ્યું કે, મારું પોતાનું માનવું છે કે ભારતને હવે મેદાનથી બહાર નહીં રહેવું જોઈએ પણ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ સુનિશ્ચિત કરવા માટે તીક્ષ્ણ રાજનાયકની ભૂમિકા નિભાવવાની પોતાની તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. પરિસ્થિતિ બગડતી  રહે તો જુની નીતિઓ પર આગળ વધવાથી ફાયદો શું છે. તેમણે કહ્યું કે ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની સૈન્ય વચ્ચેનું ઘર્ષણ વધે તો થોડા જ દિવસોમાં હજારો ભારતીયોની જીંદગીઓ પર અસર થશે.
સિબ્બલનું માનવું છે કે ભારતના સામે ઘણા મહત્વના મુદ્દાઓ છે. ઉદા. તરીકે , અમેરિકા પોતાના ભાગીદારના હિતોનું ઓછું સન્માન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ટ્રમ્પના હવાઈ હુમલા પુરી રીતે અંગત રાજનીતિને ધ્યાનામં રાખતા થયો છે જેમાં અંજામ આપતા પહેલા બિલકુલ પણ વિચારવામાં આવ્યું નથી કે ભારત જેવા તેના મિત્ર દેશો પર શું અસર પડી શકે છે. તેમણે કહ્યું કે, અમેરિકાને હવે ભારતે પાઠ ભણાવવા અને આર્ટિકલ 370 તથા નાગરિક્તા સંશોધન કાયદા પર સલાહો આપતા પહેલા પોતાની અંદરની ગંભીરતાઓને તપાસવાનું કહેવું જોઈએ.