મેરાન્યૂઝ નેટવર્ક.ટેક્સાસઃ સંયુક્ત રાજ્ય અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં એક શોપિંગ મોલમાં શનિવારે ગોળીબાર થતાં 20ના મોત થયાના અહેવાલ મળ્યા છે અને 26 જેટલા ઘાયલ છે. એક અધિકારીએ આ માહિતી આપી. સીએનએનએ અલ પાસોના મેયરના ચીફ ઓફ સ્ટાફ ઓલિવિયા જીપેડાના હવાલાથી કહ્યું કે મોલમાં ગોળીબારથી ણા લોકોના મોત થયા છે.

ઘટના બાદ 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનીક કેટીએસએમ9 સમાચાર ચેનલએ પહેલા 18 લોકોને ગોળી વાગ્યાની માહિતી આપી હતી પરંતુ તેમણે એ નહોતું જણાવ્યું કે કેટલા લોકોના મોત થયા છે અને કેટલા ઘાયલ . ઘટનાને લઈને ટેક્સાસના ગવર્નરએ કહ્યું કે આ ટેક્સાસના ઈતિહાસના સૌથી ઘાતક દિવસો પૈકીનો એક હતો. તેમણે કહ્યું કે આ અમેરિકાના ઈતિહાસમાં માસ શૂટિંગનો આઠમો બનાવ છે. તે પહેલા વર્ષ 1984માં સૈન યસિડ્રોમાં શૂટિંગમાં 21 લોકોના મોત થયા હતા.

ગોળીબારને લઈને અમેરિકી રાષ્ટ્રપતિએ પણ ખેદ વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે રિપોર્ટ ખુબ દર્દનાક છે અને ઘણા લોકો માર્યા ગયા છે. ફેડરલ ગવર્મેન્ટનું પુરુ સમર્થન રહેશે. ભગવાન આપ તમામની સાથે છે તેવું ટ્રમ્પે જણાવ્યું હતું. આરોપીની ઓળખ 21 વર્ષિય એલનના રુપમાં થઈ છે.