મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનએ શનિવારે રિપબ્લિકન પાર્ટીના પોતાના પ્રતિદ્વંદ્વી ડોનાલ્ડ ટ્રમ્પના ટક્કર આપીને હરાવ્યા છે. પ્રમુખ અમેરિકી મીડિયા સંસ્થાનોની રિપોર્ટોમાં આ જાણકારી આપવામાં આવી છે.  સીએનએનની રિપોર્ટ અનુસાર, પેન્સિલવેનિયા રાજ્યમાં જીત હાંસલ કર્યા બાદ 77 વર્ષિય પૂર્વ ઉપરાષ્ટ્રતિ બિડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ હશે. આ રાજ્યમાં જીત પછી બાઈડેનને 270થી વધુ ઈલેક્ટોરલ કોલેજ વોટ મળી ગયા જે જીત માટે જરૂરી હતા.

પેન્સિલ્વેનિયાના 20 ઈલેક્ટોરલ વોટો સાથે બિડેન સાથે હવે 273 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. ડેમોક્રેડિટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પહેલા બિડેન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ પદ્દ પર રહી ચુક્યા છે. તે ડેલાવેયરના સૌથી લાંબા સમય સુધી સેનીટર રહ્યા છે.

ભારતીય સેનેટર કમલા હેરિસ યુએસમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલી પ્રથમ મહિલા છે. 56 વર્ષીય હેરિસ દેશના પ્રથમ ભારતીય, કાળા અને આફ્રિકન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનશે. બિડેન અને હેરિસ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે.

બિડેને ટ્વિટ કર્યું હતું કે, અમેરિકા, તમે આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે મને પસંદ કર્યો, હું સન્માન અનુભવું છું. આગળનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ હું તમને વચન આપું છું: હું બધા અમેરિકનોનો રાષ્ટ્રપતિ બનીશ - પછી ભલે તમે મને મત આપ્યો હોય કે નહીં. તમે મારા ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે હું જાળવી રાખીશ.

મુખ્ય મીડિયા સંસ્થાઓએ બિડેનની જીતની જાણ થતાં સમયે ટ્રમ્પ વર્જિનિયામાં ગોલ્ફ રમી રહ્યો હતો. 1992 માં જ્યોર્જ એચડબ્લ્યુ બુશ પછી ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ હતા જેણે ફરીથી ચૂંટણીના પ્રયત્નમાં નિષ્ફળ ગયા. પેનસિલ્વેનીયામાં ટ્રમ્પ ખૂબ પાછળ પડ્યા પછી, મોટી મીડિયા સંસ્થાઓએ બિડેનને વિજેતા કહેવાનું શરૂ કર્યું. પેન્સિલવેનિયા, એરિઝોના, નેવાડા અને જ્યોર્જિયામાં હજી મતગણતરી ચાલુ છે. બિડેને આ ચાર રાજ્યોમાં નોંધપાત્ર ધાર મેળવ્યો છે.

સી.એન.એન.એ કહ્યું, "જ બિડેન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ બનશે." વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે, "એડિસન રિસર્ચ અનુસાર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન પેન્સિલવેનિયામાં જીતશે અને 20 ચૂંટણીલક્ષી મતો મેળવે તેવી સંભાવના છે. આ સાથે, તેઓ પાસે જરૂરી 270 મતોથી વધુ મત હશે. "સ્થાનિક સમય સવારે સાડા અગિયાર વાગ્યે પરિસ્થિતિ ખૂબ સ્પષ્ટ થઈ ગઈ. ન્યુ યોર્ક ટાઇમ્સે લખ્યું છે, "જોસેફ રોબિનેટ બીડેન જુનિયર શનિવારે અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા."