મેરાન્યૂઝ નેટવર્ક.વૉશિંગટનઃ ઈરાનથી વધી રહેલા તણાવ વચ્ચે પેંટાગોનએ પહેલી વાર એફ ૨૨ રૈપ્ટર સ્ટીલ્થ ફાઈટર પ્લેનને કતારમાં તૈનાત કર્યા છે. આ જાણકારી અમેરિકી સેનાએ આપી છે. કતારમાં ફાઈટર પ્લેનની હાજરીને અમેરીિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના નજરે જોવાઈ રહી છે. અમેરિકી વાયુ સેનાના મિલિટરી કમાંડએ પોતાના નિવેદનમાં કહ્યું, અમેરિકી સેના અને તેના હિતોની રક્ષા માટે આ તૈનાત કરાયા છે. જોકે નિવેદનમાં આ વાતની જાણકારી નથી આપવામાં આવી કે કેટલા વિમાન ખડકાયા છે.

આપને જણાવી દઈએ કે ઈરાન સાથે હાલના ઘટનાક્રમ બાદ જ અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સેનાઓને વધારી રહ્યું છે. અમેરિકાના ફાઈટર પ્લેન કતારની રાજધાની દોહાની બહાર અલ ઉદીદ એયર બેઝ પહોંચ્યા છે. એક રક્ષા અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે, ફાઈટર પ્લેન મધ્ય પૂર્વમાં નવી સેનાઓની પહેલાથી જાહેર તેનાતીનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય પુરા વિસ્તાર, ખાસ કરીને ઈરાક અને સીરિયામાં પોતાની સેનાની રક્ષા માટે અમેરિકાની ક્ષમતાને વધારવા માટેનો છે. જ્યાં અમેરિકી સેના ઈરાન સમર્થિત આતંકીઓની સાથે લડાઈમાં ઊભી છે.

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે વિશ્વસ્ત ગુપ્ત માહિતી મળી છે કે ઈરાની સેના અને તેના સમર્થક, આ વિસ્તારમાં અમેરિકીઓ પર હુમલો કરવાની યોજના બનાવી શકે છે. અલ ઉદીદ એયર બેઝ પાસે અમેરિકી વિમાનને ઉડતા પણ જોવાયા છે.

આપને જણાવી દઈએ કે અમેરિકા દ્વારા મલ્ટિપાર્ટી ન્યૂક્લિયર ડીલ ૨૦૧૫થી હાથ ખેંચવા અને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ બંને દેશોનો તણાવ ચરમ સીમા પર પહોંચ્યો છે. ગત અઠવાડિયાથી આ તણાવ તે સમયે વધુ વણસી ગયો જ્યારે ઈરાને અમેરિકાના માનવ રહિત ડ્રોનને ઠાર કરી દીધું. તે પછી અમેરિકાએ ઈરાન પર સ્ટ્રાઈક કરવાનો આદેશ આપી દીધો હતો, જે પછીથી પાછો પણ ખેંચી લીધો હતો.