મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તરપ્રદેશઃ તેલંગાણામાં વેટનરી ડોક્ટર સાથે થયેલા ગેંગરેપની ઘટનાએ હાલ દેશને હચમચાવ્યો છે તો બીજી તરફ તેવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. અહીં એક જિલ્લો છે સંભલ અને બીજો છે હરદોઈ. જ્યાં નાબાલિક બાળકીઓનો રેપ થયો અને તે પછી તેમની હત્યા કરી દીધી. એકને સળગાવી દઈને તો બીજીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી છે.

1-હરદોઈમાં બનેલી ઘટના

અહીં બનેલી ઘટાની મળી રહેલી માહિતી પ્રમાણે, બાળકીની ઉંમર માત્ર 7 વર્ષની હતી. સુરસા પોલીસ સ્ટેશનના નજીકના એક ગામમાં રહેતી હતી. 28 નવેમ્બરે આ ગામમાં એક લગ્ન હતા જેમાં જાનૈયાઓ આવ્યા હતા. લગ્નમાં જવા બાળકી પણ પોતાના ઘરના લોકો સાથે ગઈ હતી. ત્યાં બાળકી બીજા બાળકો સાથે રમવા માંડી અને પરિવાર લગ્ન માણવા લાગ્યો. આ બાજુ બાળકી ત્યાં જતી રહી જ્યાં કોઈને ખબર જ ન પડી. તેના પરિવારજનોએ પણ ઘણી શોધી, પણ તે ન મળી. તે બાદ બીજા દિવસે સવારે તેની ડેડબોડી ઝાડીઓ પાસેથી મળી. તે અંગે લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે તપાસ શરૂ રી દરમિયાન લગ્નનું રેકોર્ડિંગ પણ જોયું જેમાં આરોપી વિનોદ કુમાર ચૌરસિયા (35) નજરે પડ્યો હતો. તેની સાથે બાળકી પણ હતી. વીડિયો મુજબ વિનોદએ બાળકીને સ્વીટની લાલચ આપી રહેલો દેખાતું હતું. બાદમાં તે બંને ત્યાંથી જતા રહ્યા હતા. પોલીસે આરોપીને પકડી લીધો છે. તેણે પોલીસને કહ્યું કે તે લાલચ આપી બાળકીને લઈ જઈ તેની સાથે રેપ કર્યો હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

2- સંભલની ઘટના

અહીંની ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, 21મી નવેમ્બરે 16 વર્ષની બાળકી સાથે બળાત્કાર થયો હતો. આરોપીનું નામ જીશાન (ઉં.30) છે, જે બાળકીનો પડોશી હતો. બાળકીની માતા તે વખતે હોસ્પિટલ ગઈ હતી. તે ત્યાં ઘરે એકલી હતી. ત્યારે આરોપી જીશાન બાળકીનું મોંઢું દબાવીને તેને લઈને એક ખાલી ઘરમાં ગયો. ત્યાં તેનો રેપ કર્યો પછી બાળકીએ પુરી વાત જ્યારે માતા મળી ત્યારે તેને કહી. માતા જ્યારે ગામના બીજા લોકોને વાત કરવા ગઈ તો જીશાનને લાગ્યું કે બાળકીએ ફરિયાદ કરી દીધી છે જેથી તે ડરી ગયો અને તેણે કેરોસિનનું કેન લઈને બાળકી પર ઢોળી દીધું અને તેને આગ લગાવી દીધી. બાળકીની ચીસો સાંભળી જ્યારે માતા પહોંચી તો તેણે આગ હોલવવાનો પ્રયાસ કર્યો અને આગ હોલવી પરંતુ ત્યાં સુધી આરોપી ફરાર થઈ ગયો હતો અને બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને તરુંત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આપોરીને બીજા જ દિવસે પકડી લીધો હતો. પરંતુ 9 દિવસ બાધ બાળકીએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા છે. માતાની માગણી છે કે જેવી રીતે તેની બાળકીનું મોત થયું તેવી જ રીતે તેનું પણ મોત થવું જોઈએ, તેને સજા મળવી જોઈએ. તેના પુરા ઘરને જેલ થાય અને તેને કડક સજા થાય. કારણ કે જ્યારે માતાએ આરોપીના પરિવારજનોને તેની ફરિયાદ કરી તો તેના ઘરનાઓએ તેને પણ ફટકારી હતી. પોલીસનું કહેવું છે કે આ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવાશે. સાથે જ બાળકીની માતાને આર્થિક વળતર અપાશે. જોકે રુપિયો માતાના આંસુ લુછી શકવાનો નથી પરંતુ ખરેખર આરોપીઓને કડક સજા મળે તે માતાની ઈચ્છા છે.