મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ યુપી પોલીસે બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારીના દિકરા અબ્બાસ અંસારીના દિલ્હી સ્થિત એક ઘરમાંથી દેશી વિદેશી પ્રકારના હથિયારો અને હજારો કારતૂસ જપ્ત કરી છે. રેડમાં લખનઉ પોલીસ સાથે દિલ્હી પોલીસ પણ હતી. પોલીસે ગુરુવારે જ બધા હથિયારો લખનઉથી લઈ આવી હતી.

એસએસપી કલાનિધિ નૈથાનીએ ગુરુવારે કહ્યું કે 12 ઓક્ટોબરે મહાનગર કોતવાલીમાં મુખ્તાર અંસારીના દિકરા અબ્બાસ અંસારીના સામે આર્મ્સ લાયસન્સ મામલામાં છેતરપીંડીની ફરિયાદ દાખલ કરાઈ હતી. તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી કે અબ્બાસની લોકેશન દિલ્હીમાં છે. અમારી ટીમ દિલ્હી પહોંચી અને દિલ્હી પોલીસની મદદ માગી હતી. પોલીસને અબ્બાસ અંસાીના બસંતકુંજ સ્થિત ભાડાના મકાનની જાણકારી મળી હતી. પોલીસે સર્ચ વોરંટના આધારે બુધવારે અહીં રેડ કરી હતી. 

પોલીસે રેડ દરમિયાન 6 હથિયાર અને 4331 થી વધુ કારતૂસ જપ્ત કરી હતી.જપ્ત કરવામાં આવેલા હથિયારોમાં ઈટલી, ઓસ્ટ્રીયા અને સ્લોવેનિયા મેડ રિવોલ્વર, બંદૂક અને કારતૂસ સામેલ છે. ઇટલી અને સ્લોવેનિયાથી ખરીદવામાં આવેલી ડબર બેરલ અને સિંગલ બેરલ ગન પણ છે. આ ઉપરાંત મેગ્નમની રાઇફલ, અમેરિકા મેડ રિવોલ્વર, ઓસ્ટ્રીયની સ્લાઇડ અને ઑટો બોર પિસ્તલ પણ જપ્ત કરવામાં આવી છે. ઓસ્ટ્રીયામાં બનેલી મેગઝીન અને સાડા ચાર હજાર કારતૂસ પણ પોલીસને મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અબ્બાસ અન્સારી શૉટ ગન શૂટિંગનો ઇન્ટરનેશનલ ખેલાડી છે. દુનિયાના ટૉપ ટેન શૂટરોમાં સામેલ અબ્બાસ નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છે.