મેરાન્યૂઝ નેટવર્ક.ઉન્નાવઃ કાળા માથાનો માનવી કોઈનો ય સગો નહીં, પોતાની મહેચ્છાની વસ્તુ કે વ્યક્તિ આગળ માણસ બધું ભૂલી જતો હોય છે. આવી જ એક ઘટના ઉન્નાવ ખાતે બની છે જ્યાં કાળા માથાના માનવીએ ખજાનાની લાલચમાં ભક્તિ ગીરવે મુકી દીધી હતી. મંદિરના ખોદકામમાં તરણ વિગા જમીન પણ સુરક્ષિત કરી લેવાઈ હતી. ઉન્નાવના કન્હરુ ગામમાં ખજાના માટે મંદિર પરિસરને ખંડેર બનાવી દેવાયું હતું. જોકે બાબત એ છે કે એક મહિના પહેલા મંદિરથી વીસ ફૂટ દુર મિની સચિવાલયના નિર્માણ વખતે પાયો ખોદાયો ત્યારે ત્યાંથી 17 ચાંદી અને તાંબાના સિક્કા નિકળ્યા હતા. બસ પછી તો આંખો અંજાઈ જવા લાગી હતી.

એસડીએમએ મંદિર સંરક્ષકની ધરપકડ સાથે કેસની તપાસના આદેશ પોલીસને આપ્યા છે. કન્હરુ ગામથી થોડે જ દુર રામ લક્ષમણના જર્જરિત મંદિર પાસે થોડા જ અંતરે ગ્રામ પંચાયતની તરફથી મિની સચિવાલયના નિર્માણની કામગીરી કરવામાં આવી છે. એક મહિના પહેલા પાયાના ખોદાણ દરમિયાન વર્ષ 1862ના ચાંદીના 17 અને તાંબાના 287 સિક્કા મળ્યા હતા. ગૌરિયાકલા નિવાસી મંદિર સંરક્ષક પપ્પૂ સિંહને આ સિક્કા મળ્યાની જાણકારી મળતાં જ તેને લાલચ જાગી અને ખજાના માટે મંદિર પરિસરની ખોદકામની કામગીરી કરવાની કવાયત શરૂ કરી દીધી.

તે મંદિરમાં મુકેલી રામ, લક્ષમણ અને સીતાની મૂર્તિઓને ત્યાંથી હટાવીને ગૌરિયાકલા ગામમાં બનેલા બિજા ધાર્મિક સ્થળ પર મુકી દેવાઈ હતી. શુક્રવારે રાત્રે અંધારું થતાં જ તેણે જેસીબીની મદદથી મંદિર પરિસરના ખોદકામની કામગીરી શરૂ કરાવડાવી. મંદિર પરિસને સાવ ખંડેર બનાવીને મુકી દીધું જેના કારણે જ્યારે ગામના લોકોને તેની ખબર પડી તો તેમણે એસડીએમ રાજેન્દ્ર કુમાર તથા પોલીસને તેની જાણકારી આપી. પોલીસ સ્થળ પર પહોંચી પણ આરોપી તકનો લાભ લઈ ત્યાંથી ભાગી ગચો.

પોતાનું કોઈ સંતાન ન હોવાને કારણે ગૌરિયાકલા નિવાસી પપ્પૂ સિંહને મંદિરની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી. એસડીએમના કહ્યા અનુસાર મંદિરમાં ખોદકામ કરનારા સંરક્ષકને પકડવાના સાથે પુછપરછના આદેશ સફીપુર પોલીસને અપાયા છે, પુછપરછમાં વધુ હકીકત બહાર આવે તેવો અંદાજ છે.