મેરાન્યૂઝ નેટવર્ક.નોઈડાઃ ઉત્તર પ્રદેશ પોલીસની એટીએસએ લાંબા અભિયાન પછી પ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતર મામલામાં બે લોકોને દિલ્હીથી પકડી પાડ્યા છે. આ સાથે જ આ વાત સામે આવી છે કે ધર્માંતરણનું કામ સંગઠિત રીતે દેશ વિરોધી, અસામાજિક તત્વો, ધાર્મિક સંગઠન અથવા સિંડિકેટ, આઈએસઆઈ તથા વિદેશી સંસ્થાઓના નિર્દેશ અને તેના પ્રાપ્ત ફંડિગના દ્વારા કરાઈ રહ્યું છે. આ અંગે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિદેશકએ ખુદ પ્રેસ કોન્ફરન્સ કરી આરોપીઓ અંગે જાણકારી આપી હતી. તેણે કહ્યું કે કેવી રીતે લોકો મુક બધિર છાત્રો અને નબળી આવક વર્ગના લોકો, બાળકો અને મહિલાઓને નોકરી અને લગ્નની લાલચ આપીને તેમનો શિકાર બનાવતા હતા.
નોંધનીય છે કે આ કેસમાં પોલીસે ધરપકડ કરાયેલા બે લોકોમાં મુફ્તી કાઝી જહાંગીર રહેવાસી જામિયા નગરનો અને મોહમ્મદ ઉમર ગૌતમ, નવી દિલ્હીના જામિયા નગરનો રહેવાસી છે. તેમાંથી ખુદ ઉમર ગૌતમે હિન્દુ ધર્મ છોડી ઇસ્લામ સ્વીકાર્યો છે.
Advertisement
 
 
 
 
 
વધુ જાણો કેવી રીતે આ લોકો રૂપાંતર માટે લોકોને ફસાવી દેતા હતા .....
ઉમર ગૌતમ વિવિધ બિન-મુસ્લિમ મુકબધિર, મહિલાઓ, બાળકો અને અન્ય નબળા વર્ગના લોકોનો ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાંથી મોટા પાયે રૂપાંતર કરી રહ્યા છે.
ઉમરે જણાવ્યું છે કે તેમણે અત્યાર સુધીમાં લગભગ એક હજાર બિન-મુસ્લિમ લોકોને મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત કર્યા છે અને મોટી સંખ્યામાં મુસ્લિમોમાં તેમના લગ્ન કરાવી દીધા છે.
ધર્મ પરિવર્તન માટે આઈડીસી (ઇસ્લામિક દાવા સેન્ટર) નામની સંસ્થા ઉમર અને તેના સાથીઓ દ્વારા દિલ્હીના જામિયા નગરમાં ચલાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ બિન-મુસ્લિમોને ધર્મમાં પરિવર્તિત કરવાનો છે.
ઉમરના ઘણા બધા સહયોગીઓ છે જેમાં મુફ્તી કાઝી જહાંગીર પણ છે જે તેની સાથે પકડાયો છે. મુફ્તી કાઝી ધર્માંતર સંબંધિત પ્રમાણપત્ર અને લગ્નના પ્રમાણપત્ર ગેરકાયદે રીતે તૈયાર કરે છે.
Advertisement
 
 
 
 
 
પોલીસને તપાસમાં ખબર પડી છે કે આ લોકો દ્વારા નોઈડા ડેફ સોસાયટી, નોઈડા સેંટર, સેક્ટર 117, માં જે મુકબધીરોના રેડજિડેંશિયલ સ્કૂલ છે ત્યાં પણ કેટલીક અન્ય શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓને નોકરી, લગ્ન, પૈસા જેવી ચીજોની લાલચ આપીને ધર્માંતરણ કરાય છે. જોકે આ અંગે આવા બાળકોના માતા પિતાને કાંઈ ખબર પડતી નથી.
આવા બાળકોના માતાપિતા કહે છે કે પહેલા તેમના બાળકો ગાયબ થઈ ગયા. જ્યારે બાળકોએ કોઈ રીતે વીડિયો કોલ કર્યો ત્યારે તેમને જાણકારી થઈ શકી કે તેમના બાળકોનું ધર્મ પરિવર્તન કરાયુ છે.
આ કારણે આરોપી સરળતાથી ઉપલબ્ધ થતાં પરિવારો, બેરોજગાર છોકરા-છોકરીઓ, મુકબધીર વિદ્યાર્થીઓ વગેરેને નક્કી કરે છે. તે પછી આરોપી આ લોકોના મન તેમના પોતાના ધર્મના પ્રત્યે ધૃણા પૈદા કરી ઈસ્લામ ધર્મના શ્રેષ્ઠ હોવાની વાત કરે છે. તેનાથી પીડિત તેમની વાતોમાં આવી જાય છે અને પોતાના ધર્મથી નફરત કરવા લાગે છે. આ રીતે લાલચ આપીને માનસીક દબાણ કરીને, પરિસ્થિતિનો ભય બતાવીને ધર્મ સ્વિકાર કરવા માટે તૈયાર કરવામાં આવે છે અને તેમના ધર્માંતર સંબંધિત અભિલેખોને તૈયાર કરી તેમને કાયદેરસર તેમના ધર્મ પરિવર્તન કરાવી દે છે.