મેરાન્યૂઝ નેટવર્ક.મથુરાઃ મથુરાથી બરસાનામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં થોડા માટે બચી ગઈ હતી. મંગળવારે જ્યારે મુખ્યમંત્રી યોગી રાધારાની મંદિરમાં દર્શન કરીને પાછા વળી રહ્યા હતા. ત્યારે જ તેમની કાર બાઉન્ડ્રી સાથે ભટકાઈ હતી. જોકે વધુ મોટી ઘટના ન બનતા કારને સામાન્ય નુકસાન થયું હતું જેનાથી લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

બ્રહ્માંચલ પર્વત પર સ્થિત રાધારાની મંદિર સુધી પહોંચવા માટે પહાડોની વચ્ચેથી રસ્તો પસાર થાય છે અને તે રસ્તો સાંકડો છે. જ્યારે મુખ્યમંત્રી રાધારાની મંદિરથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમની કાર રસ્તાની એક તરફની બાઉન્ડ્રી સાથે ભટકાઈ હતી. કારમાં સવાર મુખ્યમંત્રી અને અન્ય લોકો હાલ સુરક્ષિત છે. અહીં થોડા સમય રોકાયા બાદ મુખ્યમંત્રીનો કાફલો રવાના થઈ ગયો હતો.

જોકે કહેવાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી યોગીની કારની સ્પીડ ઓછી હતી. તેના કારણે મોટી દુર્ઘટના ઘટતા બચી ગઈ હતી. કારણ કે જે બાઉન્ડ્રી સાથે તેમની કાર ભટકાઈ હતી, તે બાઉન્ડ્રી પછી તો સીધી ઊંડી ખીણ છે. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. ઘટનાનું કારણ હજુ ખબર પડી શકી નથી.

લડ્ડુ હોળીના અવસર પર મુખ્યમંત્રી યોગી આજે બરસાનામાં છે. તેમણે સૌથી પહેલા બરસાનાના બ્રહ્માંચલ પર્વત પર સ્થિત રાધારાની મંદિરમાં દર્શન કરી લાડલીજીના આશીર્વાદ લીધા. તે પછી તેમમે બ્રહ્માંચલ પર્વત પર સ્થિત પર્યટક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે.

અહીંથી યોગી આદિત્યનાથ રાધા બિહારી ઈંટર કોલેજ માટે રવાના થઈ ગયા. અહીં રંગોત્વનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં મુખ્યમંત્રીનું સ્વાગત સંતોએ કર્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશભરમાં લોક કલાકાર પણ બોલાવ્યા હતા. યોગી પાંચ કલાકથી વધુ મથુરા જિલ્લામાં રહેશે. આ દરમિયાન તે બરસાનામાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેમની સાથે પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી અને પર્યટન મંત્રી ડો. નીલકંઠ તિવારી પણ હાજર હતા.