મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તરપ્રદેશઃ દેશમાં કોરોનાનો કહેર રોજ વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 17 લાખ પર પહોંચી ગઈ છે. આ દરમિયાનમાં ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિને મંત્રી કમલ રાણી વરુણનું કોરોનાને કારણે મોત થઈ ગયું છે. તેમના મૃત્યુએ દરેકને સ્તબ્ધ કરી દીધા છે. યુપીમાં કોઈ મંત્રીનું કોરોનાથી આ પહેલું મોત છે. તે 18 જુલાઈએ કોરોના સંક્રમિત થયા હતા અને રવિવારે તેમનું નિધન થઈ ગયું હતું. કમલ રાણીની સારવાર રાજધાની લખનઉના એસપીઆઈ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

કમલ રાણી વરુણ યોગી સરકારમાં ટેક. શિક્ષામંત્રી હતા. કમલ રાણી વરુણની તબીયત ખરાબ થયા પછી તેમનું સેમ્પલ લેવામાં આવ્યું જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કમલ રાણી વરુણનો જન્મ લખનઉમાં 3 મે 1958એ થયો હતો. તેમના લગ્ન કાનપુરમાં રહેનારા કિશન લાલ વરુણ સાથે થયા હતા. કિશન લાલ એલઆઈસીમાં પ્રશાસનિક અધિકારી અને આરએએસના સ્વયંસેવક હતા. કમલ રાણીએ 177માં પહેલીવાર મતદાતા ચીઠ્ઠી કાપવાનું કામ શરૂ કરતા કરતાં રાજનીતિમાં એન્ટ્રી કરી હતી.

મલિન વસ્તિઓ માટે તેમણે કામ કરવાથી રાજકારણની શરૂઆત કરી હતી. તે સેવા ભારતીના સેવા કેન્દ્રમાં બાળકોને ભણાવવા લાગ્યા અને ગરીબ મહિલાઓને સિવણ, કાપ અને વણતર કામની ટ્રેનિંગ આપવા લાગી. 1989માં તેમણે ભાજપની ટીકીટ પર પહેલીવાર ચૂંટણી જીતી હતી. 1999માં તે લોકસભા ચૂંટણીમાં ફક્ત 585 મતથી બસપાના પ્યારેલાલ સંખવાર સામે ચૂંટણી હારી ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, કમલ રાણી વરુણ લોકપ્રિય જન નેતા અને વરિષ્ઠ સમાજસેવી હતા. 11મી અને 12મી લોકસભાની તે સદસ્ય હતી. 2017એ કાનપુર નગરના ઘાટમપુરના ધારાસભ્ય તરીકે તે ચૂંટાયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે કમલ રાણી વરુણ મંત્રિમંડળમાં મોટી કુશળતપૂર્વક કામ કર્યું હતું. સરકાર અને પાર્ટી માટે આ એક મોટી ક્ષતિ છે.