મેરાન્યૂઝ નેટવર્ક.મેરઠઃ મેરઠ શહેરના વચોવચ મેઘદૂત પુલિયા પર સોમવારે જાહેરમાં ભાજપીઓ દ્વારા ગુંડાગીરી કરવામાં આવી હતી. બાઈકમાં ટક્કર લાગવાનો વિરોધ કરનાર પોલીસ પુત્ર અને પૂત્રવધુને મારમાર્યો હતો. આમ એક બાજુ મહિલાઓના સન્માનની વાત કરતા ભાજપીઓએ બધી વિચારધારાઓને ખુંણાંમાં મુકી પોતાની અસલ વિચારધારા પર આવી ગયા હતા અને મહિલાના કપડાં ફાડી નાખ્યા.

ગુસ્સામાં દંપત્તીએ બુમો પાડીને ગાડી ઊભી રખાવી લીધી. મહિલા ભાજપના નેતાની ગાડીની આગળ સુઈ ગઈ, જેના પર મેઘદૂત પુલિયા સ્થિત ચાર રસ્તો જામ થવા લાગ્યો હતો. ભારે ગરમાગરમી થઈ, પોલીસના આવવા પર દંપત્તી ત્યાંથી હટ્યું. પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે લઈ આવ્યા અને રિપોર્ટ પણ ફાઈલ કરવાને લઈને બંને પક્ષોએ પોલીસ મથકમાં પણ હંગામો ઊભો કરી દીધો.

જાગૃતિ વિહાર સેક્ટર 6 ના નિવાસી પોલીસ કર્મી તેજ બહાદુર સિંહનો દિકરો પ્રશાંત વરુણ તેની પત્ની આરતીને લઈને પીએલ શર્મા રોડ સ્થિત ડોક્ટરના ક્લિનીક પર બાઈક પર જઈ રહ્યા હતા.

સિવિલ લાઈન પોલીસ મથક વિસ્તારના મેઘદૂત પુલિયા સ્થિ ચાર રસ્તા પર સામેથી આવી રહેલી એક સ્કોર્પીઓએ બાઈકને ટક્કર મારી હતી. ગાડીમાં ભાજપના નેતા દિગ્વિજય સિંહ (જિલ્લા સંયોજક આઈટી સેલ) નિવાસી જાગૃતિ વિહાર, બેઠેલા હતા.

આરોપ છે કે બાઈકને ટક્કર મારવાનો વિરોધ કરવા પર દિગ્વિજય સિંહ, બે ભાજપના કાર્યકર્તાઓ અને ગાડીમાં બુરખો પહેરીને બેસેલી એક મહિલાએ દંપત્તી સાથે મારામારી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં ભાડપીઓએ મહિલાના કપડાં પણ ફાડી દીધા હતા.

આ જોઈને પ્રશાંતે પોતાનો શર્ટ કાઢ્યો અને પત્નીને પહેરાવી દીધો હતો. મારપીટ અને કપડાં ફાડવાને લઈને ગુસ્સામાં ભરાયેલા દંપત્તીએ હંગામો કરી દીધો. મહિલા સ્કોર્પીઓની આગળ જ સુઆઈ ગઈ જેથી ચાર રસ્તા પર ટ્રાફીક જામ થવા લાગ્યો હતો.

ઘટનાની માહિતી મળતાં બજરંગ દળના પ્રદેશ સંયોગજક બલરાજ ડૂંગર પણ કાર્યકર્તાઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા. દંપત્તીને સમજાવવાનો હવે પ્રયાસ થવા લાગ્યો પરંતુ હવે દંપત્તી માનવા તૈયાર ન હતું. અંદાજીત અડધો કલાક બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બંને પક્ષોને પોલીસ મથકે લઈ ગઈ.

સોમવારે ભાજપીઓની આ ગુંડાગીરીને લોકોએ સરા જાહેર જોઈ છે. પતિ પત્ની બુમો પાડતા રહ્યા અને ભાજપના નેતાના પક્ષમાં નેતા અને કાર્યકર્તા આવતા રહ્યા. કોઈ જામ કરી દેવાનો હવાલો આપીને દંપત્તીને ધમકાવી રહ્યું હતું તો કોઈ કાયદાની કલમો ભણાવવા લાગ્યું હતું. જોકે પોલીસ કર્મીની પુત્રવધુ બહાદુર હતી નહીં તો આ મામલો તો અહીં જ રફા-દફા કરી દેવાતો. મહિલાએ બુમો પાડી પાડીને કહ્યું કે, તમે ગમે તેટલા લોકોને બોલાવી લો, તે ત્યારે જ હટશે જ્યારે પોલીસ આવશે.