મેરાન્યૂઝ નેટવર્ક.બરેલીઃ ઉત્તર પ્રદેશમાં આરએસએસ નેતા સાથે ગેરવર્તન કરવું પોલીસ કર્મચારીઓને ભારે પડી ગયું છે. બરેલીમાં આરએસએસના એક નેતાની કથિત રીતે ધોલાઈ કરવાના મામલામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ મામલામાં ચાર પોલીસ કર્મચારીઓને લાઈન હાજર કરતાં પોલીસ લાઈનથી આનુષંગિક કરાયા. બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ પાસે પરવાનગી માગી હતી, પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે રાષ્ટ્રી સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના દીનદયાળ નગર ઈકાઈના વિદ્યાર્થી પ્રમુખ આયુષ ચૌહાણને દારૂડીયો બતાવીને પોલીસ દ્વારા કથિત માર મારવાના મામલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

શુક્રવારની રાત્રે બરેલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રોહિત સિંહ સજવાનએ કહ્યું કે સિપાહી અવનીશ કુમાર, દીપક ડાંગી, અતુલ અને જાલિમ સિંહને લાઈન હાજર કરી દેવાય છે. તેમને કહેવાયું કે કરગેના પોલીસ ચોકી પ્રભારી અજબ સિંહ અને મણિનાથ ચોકીના પ્રભારી પ્રદીપ કુમારને સસ્પેન્ડ કરવાના અપ્રુવલના માટે રાજ્ય ચૂંટણી પંચને ચિઠ્ઠી મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આયુષ ચૌહાણને એક દારુડીયા દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો હતો. આયુત તેને પકડીને કરગૈના પોલીસ ચોકીમાં લઈ ગયો હતો, જ્યાં હાજર ચોકી પ્રભારી અજબસિંહ અને ચાર સિપાહીઓએ ઉલ્ટાનું આયુષ ચૌહાણને જ સળીયા પાછળ બંધ કરી દીધા એવું કહીને કે તે દારૂના નશામાં ધૂત હતો, જોકે મેડિકલ રિપોર્ટમાં આવ્યું કે આયુષ ચૌહાણ દારૂ પીધેલો ન્હોતો. બરેલીના ભાજપના નેતા ઉમેશ ગૌતમ, બરેલી નગર ધારાસભ્ય ડો. અરૂણ કુમાર અને ધારાસભ્ય રાજેશ મિશ્રા દળ બળ સાથે કરગૈના પોલીસ ચોકી પાસે, બદાયુ રોડ પર ધરણા આપવા બેસી ગયા હતા જે પોલીસના વરિષ્ણ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ સમાપ્ત કરાયો હતો.