મેરાન્યૂઝ નેટવર્ક.ઉન્નાવઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જામીન પર બહાર આવેલા આરોપીઓએ રેપ પીડિતાને જીવતી સળગાવી હતી જેથી તેને શુક્રવારે રાત્રે દિલ્હીની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પીડિતાના શબને પોસ્ટ મોર્ટમ બાદ લખનઉના રસ્તે ઉન્નાવ લવાશે. આ દરમિયાન દીકરીના મોતની જાણકારીથી તેના પિતા આઘાતમાં છે. તેમણે કહ્યું કે તેમની દીકરીના ગુનેગારોને હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓને જેમ એન્કાઉન્ટરમાં મારી નાખવા જોઈએ.

રેપ પીડતાના પિતાએ કહ્યું કે, તેમની દીકરીના ગુનેગારોને સખ્ત સજા અપાય તેની જરૂર છે. હૈદરાબાદમાં જે કાંડ થયો છે તે જ સજા મળે. યા પછી દોડાવીને ગોળી મારી દેવાય. યા પછી ફાંસી આપી દેવાય. પોલીસ તેને સુમેરપુર હોસ્પિટલ લઈ ગઈ. ત્યાંથી તેને ઉન્નાવ અને પછી દીલ્હી રિફર કરાઈ હતી. તેને ફોન પર વાત થઈ હતી તો કાલે એટલું કહ્યું હતું કે, શ્વાસ ચાલી રહી છે. હું સમજી ગયો હતો કે હવે તે નહીં બચે. શુક્રવારે રાત્રે 11.40એ તેણે દમ તોડી દીધો. પુણેમાં મામારા જમાઈએ ફોન કરીને મને આ માહિતી આપી હતી. આરોપીઓ સતત અમારા પરિવારને ધમકાવી રહ્યા હતા. ગાળો આપતા હતા, કહેતા હતા મારી નાખશું, સળગાવી દઈશું, બર્બાદ કરાઈ દઈશું.

આ દરમિયાન રેપ પીડિતાની બહેન કહે છે કે, તેમની સાથે ન્યાય નથી થયો. આ કેસમાં ગુનેગારોને સખ્ત સજા થવી જોઈએ. અમારી સાથે ન્યાય ન થયો. પોલીસે સમય પર રિપોર્ટ પણ ન લખી. અમને અહીં કોઈ મળવા ન આવ્યું. તેના ભાઈની માગણી છે કે આરોપીઓને મોતથી ઓછી સજા ન મળવી જોઈએ. પીડિતાના ભાઈએ કહ્યું મારી પાસે કહેવા માટે કાંઈ બચ્યું નથી. મારી બહેન હવે અમારી વચ્ચે નથી. મારી એક માત્ર માગણી છે કે તમામ પાંચ આરોપીઓને ઓછામાં ઓછી મોતની સજા થવી જોઈએ.