મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. ગૃહમંત્રાલય દ્વારા અનલોક 3 પુરા થવાના બે દિવસ પહેલા અનલોક 4 માટેની ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરવામાં આવી છે, અનલોક 4ની નવી ગાઈડલાઈન્સ મુજબ સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનૈતિક કાર્યક્રમ અન્ય સભાઓમાં 100 લોકો સુધી શામેલ થવાની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું અનિવાર્ય રહેશે.

કઈ પરવાનગીઓ, શું રહેશે બંધ

- મહાનગરોમાં મેટ્રો રેલ સેવાઓ 7 સપ્ટેમ્બર 2020, થી શ્રેણીબદ્ધ રીતે સંચાલિત કરવાના માટે પરવાનગી આપી દેવાઈ છે. જોકે ગૃહમંત્રાલય દ્વારા અપાયેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે

- સાથે જ ઓપન એર થિએટર માટે 21 સપ્ટેમ્બરથી પરવાનગી આપી દેવાઈ છે.

- ગૃહમંત્રાલયના નવા નિર્દેશો મુજબ અનલોક 4 દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્કૂલ, કોલેજ, કોચિંગ સહિત શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ગાઈડ લાઈન્સ મુજબ આ દરમિયાન રેગ્યૂલર ક્લાસ એક્ટિવિટી નહીં રહે, હાલ ઓનલાઈન ક્લાસીસ ચાલુ રહેશે

- રાજ્યો અને કેન્દ્ર શાશિત પ્રદેશોમાં પચાસ ટકા સુધી શિક્ષણ અને બીન-શિક્ષણ સ્ટાફને ઓનલાઈ ટિચિંગ, ટેલી કાઉંસિલિંગ અને તે સંબંધત કાર્યોના માટે એક સમયમાં સ્કૂલોમાં બોલાવવામાં આવી શકે છે.

- કંટેન્ટમેન્ટ ઝોનથી બહાર આવનારી શાળાઓમાં શિક્ષકો પાસે ગાઈડલાઈન્સના માટે ધો. 9માથી 12મા સુધી વિદ્યાર્થીઓને શાળામાં આવવાની પરવાનગી આપાય તેવી શક્યતાઓ છે. પરંતું તેના માટે તેમને માતા-પિતા-વાલીની લેખિત સહમતી આપવી જરૂરી છે.

- રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ), રાષ્ટ્રીય તાલીમ વિકાસ નિગમ કે રાજ્ય તાલીમ વિકાસ મિશનો કે ભારત સરકાર કે રાજ્ય સરકાર કે અન્ય મંત્રાલયોના સાથે રજીસ્ટર્ડ લઘુ તાલીમ કેન્દ્રોમાં કૌશલ્ય કે તાલીમની પરવાની અપાશે

- NIESBUD, IIE અને તાલીમ આપનારાઓને પણ પરવાનગી અપાશે

- ઉચ્ચ શિક્ષા સંસ્થાઓમાં ફક્ત રિવર્સ સ્કોલર્સ (પીએસડી) અને ટેક્નિકલ તથા પ્રોફેશનલ પ્રોગ્રામ્સના પોસ્ટ ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓના માટે પ્રયોગ શાળા/ પ્રાયોગિક કાર્યોની જરૂરિયાત હોય છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ (ડીએસઈ) દ્વારા ગૃહમંત્રાલયની સલાહ સાથે સ્થિતિના મુલ્યાંકન આધારે અને રાજ્યો-કેન્દ્ર શાશિત પ્રદેશોમાં કોરોનાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવશે.

- સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક, થિએટર (ઓપન એર થિએટરને બાદ કરતાં) અને તે પ્રકારની જગ્યાઓ પર ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે.