મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમી મિદનાપુરઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી ત્યાંના ઘણા સ્થાનો પર હિંસાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરને આરોપ લગાવ્યો છે કે રાજ્યના પ્રવાદ દરમિયાન તેમના કાફલા પર બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ હુમલો કર્યો હતો. મંત્રીએ તેનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. તેમા તેમણે લખ્યું છે કે, ટીએમસીના ગુંડાઓએ પશ્ચિમી મિદનાપુરમાં મારા કાફલા પર હુમલો કર્યો. બારીઓ તોડી નાખી. પર્સનલ સ્ટોફ પર હુમલો કર્યો છે. કાફલા પર હુમલા પછી કેન્દ્રીય મંત્રી મુરલીધરને પોતાનો બંગાળનો પ્રવાસ નાનો કરી દીધો છે, તે હિંસાથી અસરગ્રસ્ત ભાજપના કાર્યકર્તાઓના પરિવારોને મળવા જઈ રહ્યા છે.


 

 

 

 

 

ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરનના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી છે. બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદથી જ રાજ્યમાં આગચંપી અને હિંસાની જાણકારીઓ મળી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે તેના ઘમા કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ છે. બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના અનુસાર તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમને કોલ કર્યો છે, ધનખડએ કહ્યું હતું કે પીએમ મોદીએ ફોન પર બંગાળમાં કાયદા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યપાલએ એક ટ્વીટ દ્વારા કહ્યું કે વડાપ્રધાનનો કોલ આવ્યો હતો અને રાજ્યમાં ચિંતાજનક લો એન્ડ ઓર્ડરની સ્થિતિને લઈને ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યમાં થઈ રહેલી હિંસા, આગચંપી, લૂંટપાટ અને હત્યાને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયની ચિંતાને જાહેર કરી રહ્યો છું. રાજ્યમાં વ્યવસ્થા લાગુ કરવા માટે ઝડપથી પ્રયત્નો થવા જોઈએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.