મેરાન્યૂઝ નેટવર્ક.બેગુસરાય: કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે શનિવારે તેમના લોકસભા મત વિસ્તાર બેગુસરાયને લોકોને સૂચન આપ્યું કે 'જો કોઈ અધિકારી તેમની વાત ના માને તો તેને ફટકારો. 'તેમના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા ભાજપ નેતા તેઓ અહીં ખોડવામપુર સ્થિત કૃષિ સંસ્થામાં એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા.

મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના પ્રધાને કહ્યું કે તેમને ઘણી વાર ફરિયાદો આવે છે કે અધિકારીઓ લોકોની ફરિયાદો સાંભળતા નથી. સિંહે કહ્યું કે, "હું તેમને કહેવા માંગુ છું કે મારી પાસે આવી નાની નાની વસ્તુ માટે શા માટે આવે છે. સાંસદ, ધારાસભ્ય, ગામના વડા, ડીએમ, એસડીએમ, બીડીઓ… આ બધાની ફરજ છે કે લોકોની સેવા કરે. જો તેઓ તમારી વાત ના સાંભળે, તો પછી બંને હાથોથી  તેના માથા પર ફટકારો . ''

તેમણે કહ્યું, "જો એનાથી પણ કામ નથી થતું તો ગિરીરાજ તમારી સાથે છે."