મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ સામાન્ય રીતે ધારાસભ્યોની ગ્રાન્ટ ક્યાં કેટલી વપરાય છે જેની જાણકારી સામાન્ય નાગરિકોને હોતી નથી. તેમને તો એ પણ ખ્યાલ હોતો નથી કે ધારાસભ્યોને અપાયેલી આ ગ્રાન્ટની રકમમાંથી તેમને યોગ્ય લાગે ત્યાં તેઓ લોકોની સુખાકારી માટે ખર્ચ કરી શકે તે માટે તેમને અપાતી હોય છે. આ વખતેથી ધારાસભ્યોને અપાતી ગ્રાન્ટ પૈકીના ઉનાના ધારાસભ્ય પુંજા વંશે 35 લાખની રકમ લોકોને જરૂરિયાત સમયે ઓક્સીજન મળી રહે તે માટે ૧૫ NM3 / HRની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરવા ફાળવાઈ છે.

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે કોરોનાના દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા મેડીકલ ઓક્સિજનની અછત ઉભી થવા પામેલ છે ત્યારે ઉના અને ગીરગઢડા તાલુકાના પ્રજાજનોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઉના ખાતે મેડીકલ ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા માટે વર્ષ ૨૦૨૧-૨૨ના મારા ધારાસભ્ય ફંડમાંથી રૂા . ૨૫ ( પચ્ચીસ ) લાખ ફાળવવા મેં અગાઉ મારા તા . ૨૮-૪-૨૦૧૧ના પત્રથી દરખાસ્ત કરેલી અને ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવા માટે રૂા . ૨૫ લાખ કરતાં વધુ રકમની જરૂર પડશે તો વધારાની રકમ ફાળવવા સંમતિ પણ આપેલી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ગીર – સોમનાથે તેઓના તા . ૭-૫-૨૦૨૧ના પત્રથી રૂ . ૨૫ લાખની ગ્રાન્ટમાંથી ૫ NM3 / HR સરેરાશ ૧૭ જમ્બો સીલીન્ડર ગેસ જ ઉત્પન્ન થઈ શકતો હોય અને ૧૦ લીટર પ્રતિ મિનિટ આપવાનો થતો હોય તો માત્ર ૮-૯ દર્દી માટે જ ઓક્સીજન મેનેજમેન્ટ થઈ શકે એમ છે . જો આ પ્લાન્ટ ૧૫ NM3 / HR સરેરાશ ૫૧ જમ્બો સીલીન્ડર ગેસવાળો બનાવી શકાય તો રોજના ૨૦-૨૫ દર્દીઓનું મેનેજમેન્ટ થઈ શકે તેમ છે , જેથી વધુ ક્ષમતાવાળો મેડીકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે આવશ્યક ગ્રાન્ટ ફાળવવા જણાવેલ છે . જેથી હું ૧૫ NM3 / HR ની ક્ષમતાવાળો મેડીકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે વધારે રૂા . ૧૦ લાખ મળી કુલ રૂા . ૩૫ ( પાંત્રીસ ) લાખની ગ્રાન્ટ ફાળવું છું . આ અંગે વિના વિલંબે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાવી , સરકારી કક્ષાએથી જરૂરી આદેશો સત્વરે મેળવી , આગળ જરૂરી કાર્યવાહી કરાવવા પુંજાભાઇ વંશ એ ભલામણ કરી છે.