મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ઉનામાં નાઠેજ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં આગ સાથે સ્ટંટ કરવા જતાં યુવકનું મોંઢુ દાઝી ગયું હતું. આગ અચાનક યુવકના મોંઢાની અંદર પકડાઈ જતાં યુવક માટે મુશ્કેલી ભર્યું બન્યું હતું. આજુબાજુના લોકોએ પણ તુરંત આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.

ઉનાના નાઠેજ ગામે એક લગ્ન પ્રસંગમાં યુવક નાચવા લાગ્યો હતો. લોકો લગ્ન પ્રસંગમાં આવા સ્ટંટ કરતા હોય છે ત્યારે ડીજેના તાલે જાનના લોકો નાચતા હતા ત્યારે એક યુવકે આગ કરી અને કેરોસીનના કોગળા કરવા જતાં યુવકનું મોં આગની ઝપટમાં આવી ગયું હતું ત્યારે જાનમાં આવેલા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. આ સ્ટંટ કરવા જતાં યુવક દાઝી ગયો હતો. અચાનક મોંઢામાં આગ લાગતા આજુબાજુના લોકોએ આગને કાબુમાં કરવાના પ્રયાસો કરી આગ હોલવી હતી. જોકે આગને કાબુમાં કરવામાં મુશ્કેલી એટલે થઈ રહી હતી કે યુવકના મોંઢામાં કેરોસીન હતું. જેથી આગ ત્યાં વધુ ઝડપે સળગી રહી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.