મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ઉનામાં પ્રથમ દિવસે સ્વૈરિછક લોકડાઉનમાં લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઉના શહેર તથા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી એસોસિએશન દ્વારા મીટીંગ બોલવામાં આવી હતી. તેમાં વેપારી ભાઈઓ દ્વારા નિણર્ય લેવામાં આવ્યો હતો કે હાલ ફરી એકવાર કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે સ્વૈચ્છિક લોકડાઉન કરવું જરૂરી બન્યું છે. 

તેમનું માનવું હતું કે, વધતા જતા કોરોનાના કેસને અટકાવવા, સાવચેતીના ભાગરૂપે લોકોએ તા. ૧૩ થી તા. ૧૮ એપ્રિલ સુધી સવારથી જ વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. પ્રથમ દિવસે વેપારીઓનો સ્વૈરિછક લોકડાઉનમાં જબરો પ્રતિસાદ મળ્યો હતો. સવારથી જ બજારો બંધ રહ્યા છે અને મેડિકલ ચીજ વસ્તુઓ અને દૂધ જેવી આવશ્યક વસ્તુઓની દુકાનો ખોલવાનો નિર્ણય કરાયો હતો.