મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: ઉના તાલુકામાં સૌપ્રથમ વાર લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં મામલતદાર કોબ ચીખલી ગામની સરકારી જમીન ઉપર વર્ષોથી કબજો કરી જીગા ઉછેર કેન્દ્ર બનાવીને લાખો રુપિયાની કમાણી કરનાર છ લોકો સામે ફરિયાદ નોંધાતા ભુમાફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો. કોબ ગામમાં ત્રણ વરસથી ચીખલી માં ૧૧ વર્ષથી ચાલતો હતો ગેરકાનૂની કારોબાર.
ઉનાતાલુકાના મામલતદાર કનુભાઈ એમ નિનામા એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે કોબ ગામના લખમણભાઇ માંડણભાઇ ભાલીયા રહે કોબ જેસીંગભાઇ અરશીભાઈ શિગડ રહે લેરકા બીજલભાઇ બચુભાઈ બામણીયા રહે પાલડી ગામની સરકારી જમીન સર્વે નંબર ૯૨ પેકી જમીન આશરે દોઢ વીઘા કબજો કરી ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવી તલવાડી પાઇપ નાખી બીન અધિકૃત રીતે ત્રણ વરસથી કબજો જમાવી લાખો રૂપિયાનો આર્થિક લાભ મેળવી પેશકદમી કરેલી હોવાની ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ નિયમ ૪ (૩) ૫ (ગ) મુજબ ગુનો નોંધીને ફરિયાદ આપતા નવાબંદર મરીન પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા ગુનામાં ઉના મામલતદાર ફરિયાદી બની આરોપી જીવાભાઇ ભીખા બાંભણિયા રહે ચીખલી લાભુબેન રાજાભાઈ કામળિયા રહે ચીખલી જેમાં ભાઈ લાખા ભાઈ બાંભણિયા રહે ચિખલી નાંઓએ ઉનામાં તાલુકાના કોબ ગામ સરવે નંબર ૨૪ પેકી થી ૭ સર્વે નંબર ૨૪ પૈકી ૮ તથા ચીખલી ગામની સીમમાં સરકારી જમીન સર્વે નંબર ૧૫૩ ,૨. તથા સર્વે નંબર ૧૬ ૫ ૧ વાળી જમીન ઉપર છેલ્લા ૧૧ વર્ષે સુધી બિનઅધિકૃત રીતે કબજો જમાવી 30 વીઘા જમીન પર ગેરકાયદેસર જીંગા ઉછેર કેન્દ્ર બનાવી તળાવલળી બનાવી ગટર કરી પાઇપ નાખી જીગા નો ઉછેર કરી લાખો રૂપિયાની આર્થિક લાભ મેળવ્યો હતો. લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ ગુનો દાખલ કરી પોલીસે આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે. ઉના તાલુકામાં સૌપ્રથમવાર લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવાબદર ભરેલ પોલીસે ગુનો નોંધતા ભૂમાફિયા માફિયાઓ માં ખળભળાટ મચીયો છે.