મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ કોરોના મહામારીમાં હોમગાર્ડની કામગીરી પોલીસની સાથે ખુબજ અગત્યની પુરવાર થઈ છે. ત્યારે ત્રણ માસ પહેલા ઉના યુનિટના હોમગાર્ડ જવાન પોતાની ફરજ બજાવતા દિવ્યેશભાઈ ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. તેમની ઉણપ તો ભરી શકાય તેમ ન્હોતી પણ હોમગાર્ડ કલ્યાણ નિધિ મારફતે તેમના પરિવારને આર્થિક ટેકો મળ્યો હતો. 

કોરોના મહામારીએ ઘણા પરિવારના સ્વજનોને તેમનાથી દુર કરી દીધા છે. ઉના યુનિટના હોમગાર્ડ જવાન દિવ્યેશ ચૌહાણ પણ આ મહામારીમાં મૃત્યુ પામ્યા છે. હોમગાર્ડ કલ્યાણ નિધિ મારફત તેમના પરિવારમાં વિધવા પત્નિને રૂ.1.55 લાખ મરણોત્તર સહાય મે. ડાયરેક્ટર જનરલ ગુજરાત હોમગાર્ડ અમદાવાદ દ્વારા અવસાન પામેલ હોમગાર્ડની દરખાસ્તને મંજુર કરી ચેક જિલ્લા કચેરીએ મોકલવામાં આવતા જિલ્લા કમાન્ડન્ટ અતુલ ઠાકર તથા ઓફિસર કમાન્ડર કૈલેશ ભટ્ટ તથા જિલ્લાના પ્રતિનિધિ અજય વરૂ તથા  ઉના યુનિટના હિતેશ પરમારના અથાર્ગ પ્રયત્નોથી હોમગાર્ડના વિધવા પત્ની ગં. સ્વ. પલ્લવીબેન દિવ્યેશભાઈ ચૌહાણ ને તેમના નિવાસ સ્થાને જઇ અધિકારીઓ દ્વારા રૂ.1.55 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અને આ તકે નિવાસ સ્થાને પરીવારજનોએ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

(સહાભારઃ ધર્મેશ જેઠવા-ઉના)