મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ઉનામાં રહેતા યુવાને રૂપિયાની જરૂર પડતા એક શખ્સ પાસેથી એક વર્ષ પહેલા ઉધાર લીધા હતા ત્યારે બે ચેક પણ આપ્યા હતા. પરંતુ યુવાનના આક્ષેપ પ્રમાણે આ શખ્સ અવાર નવાર રૂપિયાની ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. હવે યુવાને પોતાના ધરે ફીનાઇ પી લેતા બેભાન હાલતમાં હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે યુવાને ઉના પોલીસમાં શખ્સ વિરૂધ ફરિયાદ નોધાવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અશોકસિંહ રાઠોડ (રહે. ગરાળ) પાસેથી ધનજીભાઇ દેવજીભાઇ સોલંકીના બાપુજી બિમાર હોવાથી પૈસાની જરૂરત પડતા અશોક પાસેથી એક વર્ષ પહેલા રૂ.20 હજાર લીધા ત્યારે બે ચેક આપેલા હતા. ત્યાર બાદ અશોક અવાર નવાર રૂપિયાની ઉધરાણી કરી મારા રૂપિયા આપી દે નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી અભદ્ર શબ્દો આપતો હતો. જેથી ધનજી કંટાળી જતા તા.17 જાન્યુ.ના પોતાના ધરેથી બે ત્રણ દિવસ સુધી રાજકોટ ચાલ્યો હતો અને તા.21મીએ સાંજના આવી તેના માતા પિતા અને ભાઇને આ બાબતની વાત કહી અને શખ્સ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતો હોય તેના ટેન્શનમાં ધરમાં રહેલું ફિનાઇલ પી લેતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જેને તાત્કાલીક ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ધનજીભાઇ દેવજીભાઇ સોલંકીએ આ શખ્સ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.