મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: 72મા ગણતંત્ર દિવસ પર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.એમ રાવલ ના કરકમળથી ધ્વજારોહણ અને પરેડ નિરીક્ષણ ઉના પ્રાંત રાવળ દ્વારા અત્યંત હળવી મધુર અને પ્રભાવિત વાક્શૈલી થી મહત્વ ના મુદ્દા આવરી લઇ પોતાનું વક્તવ્ય પ્રસ્તુત કરવા મા આવ્યુ. ત્યાર બાદ ઉના ના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત યુવા કલાકાર કુમારી મૃગનયની મહેતા અને ગિટારમેસ્ટ્રો ક્રિષ્નન મહેતા એ પોતાના મધુર કંઠથી અંત્યંત ભાવ થી દેશ ભક્તિ ગીત પ્રસ્તુત કરી સૌને રાષ્ટ્રભાવના થી ભીંજવી દીધા ત્યાર બાદ માન.સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ મામલતદાર નિનામા તથા ધારાસભ્ય પુંજાભાઈ વંશ વિશિષ્ઠ પ્રતિભા તેમજ ઉના નું રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષા એ ગિટાર અને સંગીત ક્ષેત્રે ગૌરવ વધારતા એવા યુવા ગિટારમેસ્ટ્રો ક્રિષ્નન મહેતા તેમજ ગિટાર વાદિકા કુમારી મૃગનયની મહેતા ને તથા વિશિષ્ઠ માનવ સેવા માટે નિવૃત હોમગાર્ડ પ્રવીણભાઈ જી. ચૌહાણ ને સ્મૃતિ ચિહ્ન તેમજ પ્રણામ પત્ર અર્પણ કરી સમ્માનિત કરવા મા આવ્યા હતાં.
કાર્યક્રમ નું મંચ સંચાલન સુપ્રસિદ્ધ ઉદ્ધોષક શ્રી પીયૂષભાઈ જોશી એ કર્યુ હતું. કાર્યક્રમ ના અંતે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમ મા અધિકારીઓ, શાળા ના આચાર્ય શિક્ષકો તથા અન્ય નગરશ્રેષ્ઠી ઉપસ્થિત રહી આ રાષ્ટ્રીય કાર્યક્રમ ને દીપ્તિવંત કર્યો હતો.