મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: ઊનાનાં ગિર ગઢડા રોડ પર આવેલ જીનિંગ મિલમાં કામ કરતા માણાવદર ગામના આધેડ અને એક યુવક ઉના તરફ આવી રહેલ હોય ત્યારે ગિર ગઢડા થી ઉના તરફ પુર પાટ ઝડપે આવી રહેલ ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇકમાં પાછળના ભાગે બેસેલ આધેડનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. જ્યારે બાઈક ચાલકને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત થતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને મૃતક આધેડને ૧૦૮ ની મદદ થી ઉના સરકારી હોસ્પિટલે પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર ટેન્કર ચાલક ટેન્કર લઈ નાસી છુટતા તેને ઉના નજીકથી ઝડપી લેવાયો હતો. આ બનાવની ઉના પોલીસને જાણ થતાં ઉના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કરનાર ટેન્કર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.