મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: ઉના તાલુકાના ગરાળ ગામની ગરાસિયા દરબાર સમાજ દીકરી છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી ભણવામાં મેહનત કરી રહી હતી. તેણે જીપીએસસીના અગાઊ જાહેર થયેલા પરિણામોમાં સફળતા મેળવી છે અને ઉના તાલુકાનું તથા પોતાના સમાજનું અને ગરાળ ગામને ગૌરવ વધાર્યું છે. 

GPSCની પરીક્ષામાં ઉત્તમ માર્કસ લાવી અને પાસ થયેલ અને સાબિત કરીને બતાવ્યું કે કોઈ પણ માણસની મહેનત સફળતાના શિરે લઇને જ જાય છે. જ્યારે દીવ્યાબા બળવંતસિંહ રાઠોડ ને ગાંધીનગરમાં પુરવઠા નિયામકના અધિકારી તરીકે નિમણૂક થતાં ઉના તાલુકા થતાં ગરાસિયા દરબાર સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત થઈ હતી.