મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ અગાઉ વિદ્યાર્થીઓના સાથે છેતરપીંડી કર્યાના આક્ષેપો થઈ ચુક્યા છે તેવા ઉનાના ડોક્ટર વઘાસિયા સામે કાયદાનો સકંજો કસાયો છે. કારણ કે વઘાસિયાએ ખુદ ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જ જમીન પર પંજો મુક્યો છે. અહીં સુધી કે ફોરેસ્ટની જમીન પર રૂમ, રસોડું, સ્વીમિંગ પુલ, ગોડાઉન પણ બનાવી નાખ્યા. આખરે પોલીસ ફરિયાદ થઈ છે અને ડો. વઘાસિયા સામે કાયદેસરના પગલા લેવાની શરૂઆત થઈ છે.

ઉના શહેરમાં સિલ્વર કોમ્પલેક્ષમાં માનવ દીપ સર્જીકલ હોસ્પિટલના ડો. રસિકભાઈ મગનભાઈ વઘાસિયા તાલાલા તાલુકાના હડમતીયા ગામ આવેલ પી.એફ.સર્વે નં. 239 કુલ જમીન 388-19 હેક્ટર પ્રોટેક્ટટેડ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલી છે. તેના રેવન્યુ સર્વે નં. 233ના ખાતેદાર રસિકભાઈ મગનભાઈ વઘાસિયા કે જેઓ હાલ ઉનામાં સિલ્વર કોમ્પલેક્ષમાં ડોક્ટર તરીકે હોસ્પિટલ ધરાવે છે. તેઓએ ગુજરાત વન વિભાગની માલિકીની જમીન કુલ હે. 01-04-55 ચો.મી. દબાણ કરી છે. જે દબાણ થયેલી જમીનમાં વન વિભાગની મંજૂરી વગર કુલ. 28 રૂમ,1 રસોડું,1 કોન્ફરન્સ હોલ, 1 સ્વિમિગપુલ, 1 ગોડાઉનનું બાંધકામ કરી કોમર્શિયલ હેતુ માટે ગેર કાયદેસર રીતે કબ્જો કરીને ગુનો કર્યા બાબત ફરિયાદ થવા પામી છે. ગુજરાત જમીન પચવી પાડવા પર (પ્રતિબંધ) લેન્ડગ્રેબીનન અધિનિયમ ૨૦૨૦ ની કલમ૩, ૪ (૧) (૨) (૩)તથા ૫(ગ) (ચ) મુજબ ગુનો તાલાલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરના દ્વારા ફરિયાદ થવા પામી છે.
(અહેવાલ સહાભારઃ ધર્મેશ જેઠવા)