મેરાન્યૂઝ નેટવર્ક. ઉના:  ઉનાના દેલવાડાના સાઈબાબાના મંદિર પાસે રહેતા સંતોષ દાસ ગુરુ ભગવાનદાસ દ્વારા દેલવાડાથી હરિદ્વાર કુંભ સ્નાન માટે તારીખ ૧૩/૪/૨૦ના રોજ પ્રસ્થાન કરશે. તેઓની મુલાકાત લેતાં તેઓએ જણાવ્યુ કે તે રોજના ૧૦૦ કિલોમીટર સાયકલ ચલાવશે અને પંદર દિવસમાં હરિદ્વાર કુંભમાં પહોંચી જશે. તેઓ સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, પાલનપુર, આબુ, અજમેર, જયપુર, દિલ્હી બાઇપાસ થઈ હરિદ્વાર  પહોચશે. તેઓનું સૂત્ર 'સારા બનો, સારું કરો' તેઓ કોરોના માટે પણ યાત્રા દરમિયાન જનજાગૃતિ ફેલાવશે અને કુંભ સ્નાનમાં તેઓ આ મહામારી માંથી ભારત મુક્ત થાય અને વિશ્વનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરશે. અંતે સૌને રામ નામનો મંત્ર અને યોગ પ્રચાર-પ્રસાર કરશે.