મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: ઉનાની શહેરી વિસ્તારમાં આવેલી ગોલ્ડન સીટીમાં વિશાળકાય અજગર  નીકળતા અફરાતફરી મચી હતી. અજગરને બાદમાં પકડી પાડવામાં આવ્યો હતો.

વિશાળકાય અજગર નીકળતા તરત જ નગર પાલિકા સદસ્ય મહેશભાઈ બાભણીયા અને  ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંજય બામણીયાને જાણ થતા તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરિ હતી. આ તકે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ અધિકારી દ્વારા વિશાળકાય અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ગોલ્ડન સીટીના રહીશોએ ફોરેસ્ટ વિભાગ તેમજ નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ બાભણીયા તાલુકા પ્રમુખ સંજયભાઈ બાંભણીયા નો ગોલ્ડન સીટી ના રહીશોએ આભાર વ્યક્ત કર્યો હતો.