મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ઉના ખાતે પોલીસે બાતમીને આધારે એક શખ્સની વોચ ગોઠવી અને તેને સફળતા પૂર્વક દારુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં તહેવારોને લઈને ગુજરાતમાં દારૂની હેરફેર કરવાના બુટલેગરના મનસુબાને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવાર જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ગીર સોમનાથ તથા મદદનીશ પો.અધિક્ષક ઓમ પ્રકાશ જાટ વેરાવળ વિભાગ, વેરાવળ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.વી.એમ.ચૌધરીની સુચના મુજબ પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા એ.પી.જાની તથા પો.કોન્સ.અનિલસિંહ ભુપતભાઇ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા સંદિપભાઇ વલ્લભભાઇ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ. એ.પી.જાની બાતમી હકીકત આધારે આરોપી કેતનભાઇ ગોવિંદભાઇ બાદરશાહી જાતે-ખારવા ઉ.વ.૪૦ રહે. રાધેશ્યામ પાર્ક રોકડીયા હનુમાન મંદિરની પાછળ પોરબંદર તા.જી.પોરબંદર વાળાએ પોતાના હવાલા વાળી દારૂની હેરા-ફેરીના ઉપયોગમાં લીધેલ ફોરવ્હિલર વાઇટ કલરની જેના નં.જીજે-૦૪-સીએ-૧૪૯૧ વાળીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- વાળીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાંડની કુલ બોટલ નંગ-૪૮ કુલ લીટર ૩૬ કુલ કિ. રૂ.૧૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૯,૨૦૦/- ના પ્રોહી મુદામાલ સાથે હેરાફેરી કરતા પકડાઈ જઈ ગુનો કર્યો હોય તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૧૦૦૭૩/૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ),૯૮(૨), ૯૯ મુમ્બ ગુન્હો રજી. કરાવેલ છે. આ કામની તપાસ પો.હેડ.કોન્સ. એ.પી.જાની ચલાવી રહ્યા છે.