મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: મહામારીના કપરા કાળમાં ઓક્સિકજન પ્રત્યેક માનવી માટે કેટલો જરૂરી છે, તેની મહત્વતા દરેકને સમજાઇ ગઇ છે, ત્યારે પર્યાવરણ જાળવણી અને શુદ્ધ વાતાવરણના નિર્માણ માટે વૃક્ષોની આવશ્યક્તા સમજી સૌ કોઇને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા હેતુસર ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ તાલુકા મોરચા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો.

ઉના તાલુકાના નાઠેજ, નેસડા, વ્યાજપુર, કાણંકબરડા, ઉમેજ, કાંધી, પાતાપુર સનખડા નેસડા સહિતના ગામોમાં તાલુકા ભાજપ મોરચા દ્વારા સાસંદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

ઉના તાલુકા ભાજપના હોદ્દેદારોઓએ ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમતોલ વાતાવરણ માટે જરૂરી અને પુરતા વૃક્ષો ન હોવાના કારણે સંપૂર્ણ અને સારું વાતાવરણ ઉપલબ્ધ બનતું નથી, ત્યારે વૃક્ષને જીવનનો ભાગ બનાવી સક્રિય રીતે ઝુંબેશરૂપે વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવી આ પ્રસંગે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ કાર્યક્રમ દરમ્યાન તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ તાલુકા યુવા ભાજપના પ્રમુખ સંજય બાંભણીયા, તાલુકા પંચાયતનાં પ્રમુખના પ્રતિનિધિ સામત ચારણીયા, વિજા સોચા, રાવતભાઈ, મયુરસિંહ ગોહિલ, સરપંચ તેમજ તાલુકા યુવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ સહાભાર- ધર્મેશ જેઠવા)