મેરાન્યૂઝ નેટવર્ક.ઉના: ગુજરાતમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મોટા ભાગે આંગળીયા પેઢીને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે આજે ઉનામાં વાળું એક આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટયો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે ઉનાથી ભાવનગર જય રહેલા એક આંગળીયા પેઢીના કર્મચારીને 5 થી 6 લૂંટારો લૂંટીને ભાગી ગયા હતા. ઉના બસ સ્ટેશનમાં બનેલી આ સમગ્ર ઘટના બસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના બસ સ્ટેશન પાસે પટેલ સોમા રામદાસ આંગળીયા પેઢીના કર્મચારીને 5 થી 6 જેટલા લૂંટારાઓએ લૂંટી લીધા હતા. ઉનાથી ભાવનગર જવા માટે જ્યારે આંગળીયા પેઢીના કર્મચારી રોકડ રકમ અને હીરાના લઈને બસ સ્ટેશન પહોંચ્યો ત્યારે લૂંટારાઓએ તક ઝડપીને આ કર્મચારીને લૂંટી લીધો હતો. આ કર્મચારી પાસે 18 લાખના હીરા અને રોકડ એમ કુલ મળીને 47 લાખની લૂંટ થઈ હતી.

Advertisement


 

 

 

 

 

ઉના બસ સ્ટેશનમાં આજે વહેલી સવારે એક લૂંટની ઘટના સામે આવી છે. આંગળીયા પેઢીના કર્મચારી બાબુ ચતુર પટેલ પાસેથી ૧૮ લાખના હીરા તેમજ રોકડ રકમ મળી કુલ ૪૭ લાખ ને લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો નાસી છૂટતા સનસની મચી જવા પામેલ છે. લૂંટની ઘટનાના પગલે પોલીસના ધાડેધાડા ઉતરી પડયા છે અને લૂંટારુ ટોળકીને પકડવા નાકાબંધી કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ ઉના બસ સ્ટેશનમાં આજે વહેલી સવારે આંગળીયા પેઢીના કર્મચારીને ધોલધપાટ કરી ૩ થી ૪ અજાણ્યા શખ્સોએ ૧૮ લાખના હીરા અને રોકડ મળી કુલ ૪૭ લાખની મતાની લૂંટ ચલાવી હતી અને લૂંટારુઓ કારમાં નાસી છૂટયા હતા. પ્રાથમિક વિગતો મુજબ આંગળીયા પેઢીનો કર્મચારી બાબુ ચતુર પટેલ વહેલી સવારે રોકડ અને હીરા ભરેલી બેગ લઈ ઉનાથી ભાવનગર જઇ રહ્યા હતા ત્યારે અગાઉથી જ પ્લાનિંગ કરીને આવેલું હોય તેમ ત્રણથી ચાર વ્યક્તિ નજીકમાં જ પાર્ક કરેલી કારમાં નાસી છૂટયા હતા, આ લૂંટની ઘટનાના કેટલાક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે અને લૂંટારુ ટોળકીએ કાવતરુ ઘડીને લૂંટને અંજામ આપ્યો હોય તેમ ઘટના સ્થળ નજીક સાથે ઊભેલી કારમાં બેસી લૂંટારા નાસી જાય છે.

આ સમગ્ર ઘટના ઉના બસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લૂંટારાઓ અગાઉથી પ્લાનિંગ કરીને જ આ વ્યક્તિને લૂંટવા આવ્યો હતો. લૂંટ કર્યા બાદ લૂંટારાઓ નજીકમાં પાર્ક કરેલી તેમની કારમાં બેસીને ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ ફરિયાદ લેવાની અને કેટલી રકમની લૂંટ થઈ એ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા નાકાબંધી કરીને લૂંટ કરીને ભાગેલા લૂંટારાઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
 

Advertisement