મેરાન્યૂઝ નેટવર્ક.ઊનાઃ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કોરોના મહામારી દરમ્યાન જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા સુચના કરતા ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એલ.વસાવા. ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા આજ રોજ ઉના તથા તાલાળા વિસ્તારમાં બોગસ ડોકટર અંગેના કેસ કરવામાં આવ્યો હતો.

(૧)એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. આઇ.બી. બાનવા તથા પો. હેડકોન્સ. સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠીયા એ રીતેના ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સયુકત બાતમી આધારે મેડીકલ ઓફીસર ડો. વિપુલ રમણલાલ ડુંમાતરને સાથે રાખી અંજાર ગામે જૈન દેરાસર પાસે આણંદભાઇ વીઠલભાઇ બારૈયા, કોળી, ઉવ.૩૨ રહે.ઉના વાળો અંજાર ગામે આવેલ ક્રિષ્ના કલીનીક ખાતે બોગસ ડોકટર અંગે રેઇડ કરતા મજકુર ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક / દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે છેડા કરતા મળી આવ્યા હોયજેને રેડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતી તમામ સાધન સામગ્રી તથા રોકડ રૂપીયા ૩૪૦/- મળી કુલ કિ.રૂ.- ૫૮૬૩/- ના મુદામાલ સાથે મળી આવતા ઉના પોલીસ સ્ટેશનને ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૩ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ ની કલમ ૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫(૩) મુજબ ગુનો નોંધ્યો હતો.

Advertisement


 

 

 

 

 

૨) એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. કેતનભાઇ જાદવ તથા નરવણસિહ ગોહિલ તથા ગોવિંદભાઇ વંશ તથા વિજયભાઇ બોરખતરીયા તથા લખમણભાઇ મેતા તથા ડ્રા.પો.હેડ કોન્સ. ભુપતગીરી મેઘનાથીએ રીતેના તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ તથા વિજયભાઇ બોરખતરીયાને મળેલી સયુકત બાતમી આધારે મેડીકલ ઓફીસર ડો.ભાવીકભાઇ જગદીશભાઇ કુંભાણીનાઓને સાથે રાખી બકુલા ધણેજ ગામમાં ઉમરેઠી જતા રસ્તા પર રામમંદીરની બાજુમાં નારણભાઇ જાદવના મકાનમાં રહેતા જશુભાઇ ધાનાભાઇ બાંભણીયા, કોળી, ઉંવ.૩૨ વાળાના મકાને બોગસ ડોકટર અંગે રેઇડ કરતા મજકુર ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે છેડા કરતા મળી આવ્યા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત તમામ સાધન સામગ્રી તથા રોકડ રૂપીયા ૬૨૦/- મળી કુલ કિ.રૂ.-૨૩,૪૯૦/- ના મુદામાલ સાથે મળી આવતા તાલાળા પોલીસ સ્ટેશનને ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૩ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ ની કલમ ૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫(૩) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.