મેરાન્યૂઝ નેટવર્ક.અયોધ્યાઃ રામ મંદિર આંદોલનના પ્રમુખ ચહેરાઓ પૈકીના એક ઉમા ભારતીએ પોતાનો અયોધ્યા ન જવાનો નિર્ણય બદલ્યો છે. તેઓ અહીં અયોધ્યા ખાતે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે પહેલા તેમણે કોરોનાના ભયને કારણે રામ જન્મભૂમિ પરિસરમાં ન જવાનો નિર્ણય કર્યો હતો. જોકે થોડા જ સમય પહેલા તેમણે ટ્વીટ કર્યું છે અને કહ્યું કે કે પોતે કેમ ભૂમિ પૂજનમાં હવે જવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે શિલાન્યાસ સ્થળ પર હાજર રહેવાનો નિર્દેશ મળ્યો છે તેથી તે જાય છે. કાર્યક્રમ સ્થળ પર પહોંચીને ઉમા ભારતીએ કહ્યું કે, અયોધ્યાએ તમામને એક કરી દીધા છે. હવે આ દેશ પુરી દુનિયામાં પોતાનું માંથું ઊંચું કરીને કહેશે કે અહીં કોઈ ભેદભાવ નથી. ઉમા ભારતીએ અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી હતી

આ પહેલા તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે, હું મર્યાદા પુરુષોત્તમ રામની મર્યાદા સાથે બંધાયેલી છું. મને રામભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારીઓએ શિલાન્યાસ સ્થળ પર ઉપસ્થિત રહેવાનો નિર્દેશ કર્યો છે તેથી હું કાર્યક્રમમાં હાજર રહીશ.