મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બ્રિટન (United Kingdom)એ નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જે મુજબ આફ્રીકી અને અમેરિકી દેશોમાં વેક્સીન લઈને આવેલા લોકોને પણ ઈંગલેડન આવવા પર ફરજિયાત દસ દિવસના ક્વોરંટાઈનમાં રહેવાનું રહેશે અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાના રહેશે. બ્રિટને આ યાદીનો વિસ્તાર કરતાં ભારત, રુસ, સાઉદી આરબ, તુર્કી, જૉર્ડનને પણ શામેલ કર્યા છે અને કહ્યું છે કે અહીં રસી લગાવાયેલા લોકોને અનવેક્સીનેટેડ માનવામાં આવશે અને તેમને આ અંતર્ગતના તમામ નિયમો માનવા પડશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે બ્રિટનના આ પગલાની આલોચના કરી છે અને તેને નક્સલવાદી નિર્ણય ગણાવ્યો છે. તેમણે કોવીડ વિરોધી રસી કોવીશિલ્ડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે આ રસી મૂળ રૂપે બ્રિટનમાં જ વિક્સીત થાય છે અને તેને સીરમ ઈન્સ્ટીટ્યૂટે ભારતમાં ઉત્પાદન કરી વિતરણ કર્યું છે તો તેને માન્યતા કેમ અપાઈ નથી?

રમેશે બ્રિટિશ ઉડ્ડયન વિશ્લેષક એલેક્સ માચેરસનું એક ટ્વીટ શેર કરતા લખ્યું કે, "આ એકદમ વિચિત્ર છે! કોવિશિલ્ડ મૂળ રીતે યુકેમાં વિકસાવવામાં આવ્યું હતું અને આ નિર્ણયને સીરમ ઇન્સ્ટિટ્યૂટ, પુણે દ્વારા દેશને સપ્લાય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળ નક્સલવાદની ગંધ આવે છે. "

એલેક્સ માચેરાસે લખ્યું છે કે બ્રિટને એવા દેશોના લોકોને મુક્તિ આપવાનો પણ ઇનકાર કર્યો છે જ્યાં બ્રિટનમાં આપવામાં આવતી રસી એટલે કે ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા અથવા મોર્ડના આપવામાં આવી રહી છે. તેમણે લખ્યું છે કે યુકેની નવી મુસાફરી નીતિ બિનજરૂરી રીતે બોજારૂપ બનાવવામાં આવી છે. માનવામાં આવે છે કે ઘણા દેશો બ્રિટનના આ નિર્ણયથી નારાજ છે.