મેરાન્યૂઝ નેટવર્ક.નોટિંઘમઃ શિબૂ પોલ અને લિનનેટ જોસેફ, એક મલીયાલી કપલ છે જે બ્રિટનના નોટિંઘમમાં રહે છે. એક દિવસ પહેલા જ ખબર પડી કે તેમમે 1.84 કરોડની લમ્બોર્ગિની ઉર્સ કાર જીતી છે તો તેમને વિશ્વાસ જ ન થયો. પરંતુ હકીકત હતી કે શિબુ બેસ્ટ ઓફ દ બેસ્ટ (BOTB) દ્વારા આયોજિત લાઈફસ્ટાઈલ કોમ્પિટિશનના વિનર બન્યા હતા. દ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ મુજબ શિબુએ કોરોના વાયરસને પગલે પોતાની નોકરી ગુમાવી દીધી હતી, જકે જ્યારે તેમણે કોમ્પિટિશનમાં જીતેલી લેમ્બોર્ગિનીની ડેકી ખોલી તો શોક થઈ ગયા, કારણ કે ત્યાં 18.94 લાખ રૂપિયાની પ્રાઈઝ મની પણ હતી.

કોટ્ટાયમ જિલ્લાના પિરાવોમના છે. 31 વર્ષીય શિબૂ અહીંના મૂળ નિવાસી છે. વર્ષ પહેલા યુકે શિફ્ટ થયા હતા. તે પહેલા કોચ્ચિમાં એક સ્ટૂડિયોમાં સાઉન્ડ એન્જિનિયર હતા. શરૂઆતમાં આ કપલ કેમ્બ્રૂજમાં રહેતું હતું. જોકે ત્યાં રહેવાનું મોંઘું પડી ગયું હતું. જેને કારણે નોટિંઘહમમં તે શિફ્ટ થયા. આપને જમાવી દઈએ કે લિનનેટ વર્તમાનમાં નોટિંઘમ સિટી હોસ્પિટલમાં એક સ્ટાફ નર્સ છે.

શિબૂ કોરોના મહામારીમાં ચાલી રહેલી તકલીફોને પગલે બેરોજગાર છે. તેમણે ખુબ ઈન્ટરવ્યૂ આપ્યા હતા. જેના ફોન કોલ્સની તે રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાનમાં 1800 રૂપિયામાં BOTB (યુકેમાં દર વર્ષે 1999થી એયરપોર્ટ ઓપરેટ કરે છે)ની ત્રણ ટીકિટ ખરીદી હતી.

તે કહે છે કે, મેં ત્રણ વખત તેમાં ભાગ લીધો. જોકે હું તેની આદત થઈ જાય તેવું ઈચ્છતો ન હતો. છેલ્લી વખતે મેં ફોર્મ તો ભર્યું પણ તે અંગે હું સંપૂર્ણ રીતે ભૂલી ચુક્યો હતો. મારી પત્ની નાઈટ શિફ્ટ પછી ઘરે આવી હતી, જ્યારે ડોરબેલ વાગી તો અમે એક બ્રાન્ડ ન્યૂઝ લેમ્બોર્ગિની અને £20,000 પ્રાઈઝ મનીના માલીક હતા. અમે ભગવાનના ખુબ આભારી છીએ કારણ કે આ દરમિયાન અમે મારી જોબને લઈને ભારે ચિંતામાં હતા.

ખરેખર બંને તે વખતે બીલકુલ શોક થઈ ગયા હતા જ્યારે BOTB ના રિપ્રેઝેન્ટેટિવએ તેમને ગાડીની ડેકી ખોલવાનું કહ્યું. કારણ કે તેમાં પ્રઈઝ મનીનો એક ચેક હતો. જોકે કપલે લેમ્બોર્ગીનીને બદલે રોકડા પસંદ કર્યા. કારણ કે શિબૂ પોતાની ટોયોટા યારિસ સાથે ખુબ ખુશ છે. અને હાં તેણે નોટિંઘમમાં એક ઘર ખરીદવું છે.