મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જીએસટી સહિત અન્ય મુદ્દાઓ પર બોલાવાયેલી બીન ભાજપ (Non-BJP) શાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર તિખા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે નિર્ણય કરવો જોઈએ કે આપણે કેન્દ્ર સરકારથી ડરવાનું છે કે તેની સાથે લડવાનું છે. ઠાકરેએ કહ્યું કે બીન ભાજપ શાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓને તાકાતથી પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ કારણે કે કેન્દ્ર સરકાર આપણો અવાજ દબાવવાના પ્રયાસો કરે છે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે રાજ્યોની જીએસટી રિકવરી સહિત, NEER, JEE પરીક્ષાઓ સહિતના મુદ્દા પર કોંગ્રેસ સાશિત રાજ્યો સહિત ત્રણ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે મીટિંગ કરી છે.

મુખ્યમંત્રીઓની આ વર્ચ્યૂઅલ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નીટ અને જેઈઈ પરીક્ષાઓને લઈને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ જઈએ. આ મુદ્દા પર વાત કરીએ. આ વિદ્યાર્થીઓ માટે માનસિક હેરાનગતી છે. મેં કોઈ લોકતાંત્રિક દેશમાં આવી જડતા જોઈ નથી. સ્થિતિ ઘણી ગંભીર છે, આપણે બાળકો માટે અવાજ ઉઠાવવો જોઈએ. આ પહેલા મમતા બેનર્જીએ કોરોના મહામારીને ધ્યાને લઈને કેન્દ્રને પરીક્ષાઓ ટાળી દેવાનો આગ્રહ કર્યો હતો.

સોનિયા ગાંધી બુધવારે જીએસટી રિફંડ અને પરીક્ષાઓને સ્થગિત કરાવવા સહિત ઘમા મુદ્દાઓ પર બીન ભાજપ શાસિત રાજ્યોના સાથે બેઠક કરી રહી છે. તે બેઠકમાં મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ભાગ લીધો હતો.