મેરાન્યૂઝ નેટવર્ક.લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ચોરોએ એક આવી ચોરીને અંજામ આપ્યો, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આ ચોરોએ લખનૌમાં એક ટ્રકમાંથી મિરાજ ફાઈટર પ્લેનનું વ્હીલ ચોરી લીધું હતું. જો કે, તમને એ જાણીને વધુ નવાઈ લાગશે કે આ ચોરી રોડની વચ્ચે થઈ હતી. ટ્રક ડ્રાઈવરની ફરિયાદ બાદ લખનૌ પોલીસ આ ચોરોને શોધી રહી છે.

કેવી રીતે બની ઘટના?

લખનૌ પોલીસે જણાવ્યું કે આ ઘટના 27 નવેમ્બરની છે અને 1 ડિસેમ્બરે FIR નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કોર્પિયો સવાર ચોરોએ ટ્રાફિક જામમાં ફસાયેલી ટ્રકમાંથી ચોરીને અંજામ આપ્યો છે. આજતક સાથે સંકળાયેલા સત્યમ મિશ્રાના રિપોર્ટ અનુસાર, ટ્રકના ડ્રાઈવર હેમ સિંહ રાવતે ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે, 'આ ઘટના રાત્રે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી. તે સમયે શહીદ પથ પર જામ હતો, જેના કારણે ટ્રક ધીમી ગતિએ આગળ વધી રહી હતી, ટ્રકની પાછળ કાળા કલરની સ્કોર્પિયોમાં કેટલાક લોકો સવાર હતા, તેઓ પાછળથી ટ્રક પર ચઢી ગયા હતા અને પટ્ટો કાપીને ફાઈટર પ્લેનનું વ્હીલ ચોરી ગયા હતા. હેમ સિંહ રાવતના કહેવા પ્રમાણે, જ્યારે તેમને આ ઘટનાની જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જોકે તેણે તરત જ પોલીસને જાણ કરી હતી.

Advertisement


 

 

 

 

 

પોલીસનું શું કહેવું છે?

મળતી માહિતી મુજબ આ ટ્રકમાં મિરાજ ફાઈટર પ્લેનના 5 ટાયર લખનઉના બક્ષી તાલાબ એરબેઝથી રાજસ્થાનના જોધપુર એરબેઝ પર મોકલવામાં આવી રહ્યા હતા. ચોરોએ પ્લેનના એક ટાયરની ચોરી કરી હતી.

લખનૌ પોલીસના પૂર્વ ડીસીપી અમિત કુમારે આજતકને જણાવ્યું હતું કે,

આ મામલે કલમ 379 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડ્રાઇવરના જણાવ્યા મુજબ, આ ઘટના શહીદ પથ પર બની હતી અને અમે આમાં ઘણા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરી રહ્યા છીએ. પોલીસ હવે શહીદ પથની આસપાસ લાગેલા તમામ સીસીટીવી કેમેરાને સ્કેન કરી રહી છે, જેથી જે લોકો આમાં સંડોવાયેલા છે, તેમની ધરપકડ કરી શકાય અને વહેલી તકે કાર્યવાહી કરી શકાય.

એરફોર્સે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે

આજતકના અહેવાલ મુજબ, ચોરીની આ ઘટના પછી, જ્યારે હેમ સિંહ રાવત બાકીના 4 ટાયર સાથે જોધપુર એરબેઝ પર પહોંચ્યા, ત્યારે એરફોર્સ પોલીસે તેને કસ્ટડીમાં લીધો. સેનાને આશંકા છે કે કોઈ દુશ્મનના કાવતરા હેઠળ ફાઈટર પ્લેનનું ટાયર ચોરાઈ ન ગયું હોય. અધિકારીઓનું કહેવું છે કે જે ટાયરનો પ્લેન સિવાય બીજે ક્યાંય ઉપયોગ કરી શકાતો નથી. તેની આ રીતે ચોરી થઈ રહી હોવાનું શંકાનું કારણ બની રહ્યું છે.