મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: વડોદારના વારસિયા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટનામાં જાણવા મળ્યા અનુસાર વારસિયા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા નવી બની રહેલી ઇમારતના નીચેથી ઘાયલ યુવક મળી આવ્યો હતો અને તે આ જ વિસ્તારમાં રહેતા સગીર સાથે શારીરિક સંબંધ બાંધતી વેળાએ બંને ત્રીજા માળેથી નીચે પટકાયા હતા.  વારસિયા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના વારસિયામાં નવી બનતી ઇમારતની નીચે ગત રવિવારે 22 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન પરિવારજનોએ યુવકની પૂછપરછ કરતાં તેણે સગીર સાથે ઇમારતના ત્રીજા માળે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે દીવાલ તૂટી પડતાં બંને ત્રીજા માળેથી પટકાયા હતા. જોકે નીચે રેતી હોવાથી બંનેને સામાન્ય ઇજા થઈ હતી.

Advertisement


 

 

 

 

 

ઘટના સામે આવ્યા બાદ સગીર અને યુવકના પરિવારો વચ્ચે સમાધાન માટેની વાત થઈ હતી. જોકે સમાધાન પડી ભાંગતાં યુવકના પરિવારે વારસિયા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે યુવકના પરિવારની અરજી લઈ કિશોર સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી સમલૈંગિક સંબંધ હોવાનું અને અવાર-નવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું  જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરાશે.