મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: બાયોપિક બનવાની શરૂઆતમાં ‘સંજય દત્ત’, ‘દંગલ ગર્લ’, ‘ધીરુ ભાઈ અંબાની’ જેવી ફિલ્મો પછી હવે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંઘ અને બાલ ઠાકરે પર બનેલી ફિલ્મો રિલિઝ થવા જઈ રહી છે. બંનેના ટ્રેલર આવી ગયા છે અને ડૉ. મનમોહન સિંઘ પર બનેલી ફિલ્મ ‘ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ૧૧મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ રિલિઝ થશે અને બાલ ઠાકરે પર બનેલી ફિલ્મ ‘ઠાકરેય’ ૨૫મી જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ રિલિઝ થશે.

ડૉ મનમોહન સિંઘ ઉપર બનેલી ફિલ્મમાં અનુપમ ખેરે પ્રધાનમંત્રીનો રોલ કર્યો છે અને એમાં અક્ષય ખન્નાએ તેમાં મીડિયા એડવાઇઝર સંજય બારુંનું પાત્ર ભજવ્યું છે અને આ ફિલ્મનું ડાયરેકશન વિજય ગુટ્ટે એ કર્યું છે જેનું બજેટ ૨૩ કરોડનું છે. જ્યારે બાલ ઠાકરે પર બનેલી ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકીએ બાલ ઠાકરેનું પાત્ર ભજવ્યું છે. જેનું ડાયરેક્શન અભિજિત પંસે કર્યું છે અને ફિલ્મનું બજેટ રૂપિયા ૮ કરોડનું માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજય ગુટ્ટે  મુંબઈના એક બુઝનેસમેનનો પુત્ર છે, જે ભાજપની નજીકના વ્યક્તિમાં માનવામાં આવે છે. બનાવટી દસ્તાવેજો દ્વારા કરાયેલા રૂ. 34 કરોડના જીએસટી કૌભાંડના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી એણે જ આ ફિલ્મ બનાવી છે. વિજય ગુટ્ટેના પિતા રત્નાકર ગુટ્ટે  ખાંડના   મોટા વેપારી છે અને  મહારાષ્ટ્રના ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-ગઠબંધન ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા અને NCP સામે હારી ગયા હતા.ગુડ્સ અને સર્વિસીઝ ટેક્સ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ  દ્વારા ખોટા બીલ અને ઇન્વૉઇસેસ રજુ કરી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી  GSTમાં ગોટાળો કરનાર  વિજય ગુટ્ટે  સામે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને લઇને મહારાષ્ટ્ર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે અને મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે જાહેર કર્યું છે કે તેઓ આ ફિલ્મ રિલિઝ થવા દેશે નહી.

‘ઠાકરેય’ ફિલ્મ ૨૫મીએ રજુ થવાની છે ત્યારે શિવ સેનાએ જાહેર કર્યું છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે બીજી કોઈ ફિલ્મ એ દિવસે રિલિઝ થવા દઈશું નહી. આ ફિલ્મ બાબતે નવાજુદ્દીન સિદ્દીકીએ ટ્વિટ કર્યું છે કે આ ફિલ્મ બાલાસાહેબ ઠાકરેની હિંમત, શાણપણ અને અવિશ્વસનીય સત્યની વાસ્તવિક વાર્તાનું ચિત્ર છે.