મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં આજે સવારે આતંકવાદ વિરોધી અભિયાનમાં બે પોલીસકર્મી અને એક આર્મી જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જેલમાં બંધ પાકિસ્તાની આતંકવાદી જેને આતંકવાદી ઠેકાણાની ઓળખ માટે જંગલમાં લઈ જવામાં આવ્યો હતો તે પણ ક્રોસ ફાયરિંગમાં ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ભારે ગોળીબારને કારણે તેને સ્થળ પરથી બહાર કાઢી શકાયો નથી.

અધિકારીઓએ જણાવ્યું કે સેના અને પોલીસ આજે સવારે પૂંછ જિલ્લામાં એક જંગલમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ ફાયરિંગ પછી જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો અને એન્કાઉન્ટર શરૂ થયું.

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે સર્ચ ઓપરેશન સેના અને પોલીસ ભાટા દુરિયન વિસ્તારમાં આતંકવાદી છુપાયાની નજીક પહોંચી ત્યારે ગોળીબાર થયો જેમાં બે પોલીસકર્મી, એક આર્મી જવાન અને એક આતંકવાદી ઘાયલ થયા. લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઝિયા મુસ્તફા છેલ્લા ઘણા વર્ષોથી કોટ બલવાલ જેલમાં બંધ હતો અને શુક્રવારે જ પોલીસે તેને 10 દિવસના રિમાન્ડ પર લીધો હતો, જેથી તેના સ્થળ પર આતંકવાદી ઠેકાણાની ઓળખ કરી શકાય.

Advertisement


 

 

 

 

 

POKના રહેવાસી જિયા મુસ્તફાએ 15 વર્ષ પહેલા ઘૂસણખોરી કરી હતી અને તે જમ્મુની કોટ બલવાલ જેલમાં બંધ હતો. તે જેલમાંથી જ આતંકવાદીઓના સંપર્કમાં હોવાના અહેવાલ હતા. શુક્રવારે પોલીસે જિયાને 10 દિવસના રિમાન્ડ પર લીધો હતો અને તેને પૂંછમાં મેંધર લઈ જવામાં આવ્યો હતો.

સેના છેલ્લા 14 દિવસથી આ વિસ્તારમાં સૌથી લાંબી અને કઠિન આતંકવાદ વિરોધી કામગીરીમાં વ્યસ્ત છે. આ દરમિયાન અત્યાર સુધીમાં બે અધિકારીઓ સહિત નવ જવાનોના મોત થયા છે.