મેરાન્યૂઝ નેટવર્ક.જૂનાગઢ: તાજેતરમાં ગીરનાર પરનાં રોપવેનું PM મોદીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. અને ઉંચી ટીકીટ હોવા છતાં મુસાફરોએ રોપવે દ્વારા યાત્રા કરવાનું શરૂ કર્યું છે. ત્યારે આજરોજ આવા જ એક મુસાફરને રોપવેમાંથી નીચે નજર કરતા બે સિંહો જોવા મળ્યા હતા. જેને પગલે તેણે જરાપણ સમય બગડ્યા વિના આ દુર્લભ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી છે.

મુસાફરે આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેતા હાલ આ વીડિયો ભારે વાયરલ થયો છે. નોંધનીય છે કે, રોપવેમાં બેસી સહેલાણીઓ અંબાજીનાં મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે. આ રોપવેમાં સહેલાણીઓ ગીરનાર પર પથરાયેલી લીલી છાદરને નિહાળી ખુશ થઈ જાય છે. બીજીતરફ ગિરનાર જંગલમાં રોપવેના રૂટમાં સહેલાણીઓને ક્યારેક સિંહ દર્શનનો પણ લ્હાવો મળી જતો હોય છે.