મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા પંથકમાં ગુરુવારના રોજ જુદા જુદા બે અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં કુંડોલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઝાલોદર પાસે એક બાઈક ચાલક સ્લીપ થઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે મળતી વિગતો અનુસાર મોડાસા પંથકમાં ગુરુવારના રોજ બે જુદા જુદા અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. એક ઘટનામાં કુંડોલ પાલ પાસે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઘટનામાં પહાડપુર તરફથી મોડાસા બાઈક નં.જી.જે.૩૧.એલ.૧૨૦૬ લઈને નવાજી વાઘાજી મકવાણા આવી રહ્યા હતા. દરમિયાન ઝાલોદર નજીક સહયોગ હોટલની નજીકમાં અચાનક બાઈક સ્લીપ ખાઈ જતાં ચાલક રોડ ઉપર પટકાયો હતો. ચાલકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મોડાસા રૂરલ પોલીસે બંને કેસમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.