મેરાન્યૂઝ નેટવર્ક.ડાંગઃ સાપુતારા અને હિમાચલમાં બસ ખીણમાં ખાબકી જવાની બે ઘટનાઓ સર્જાઈ છે જેમાં 12 લોકો મોતને ભેટ્યા છે. સાપુતારા ખાતે બસ ચાલકે બસ ચલાવતી વખતે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પાછળના ભાગેથી ખીણમાં ધસી પડી હતી. લોકો પોતાનો જીવ બચાવવા બસના પાછળના ભાગેથી આગળ તરફ જઈ ધીરેથી દરવાજાથી ઉતરર્યા હતા. જેમાં કોઈની જાનહાની થઈ ન હતી અને સદનસીબે બચી ગયા હતા. જોકે આવું નસીબ હિમાચલની દુર્ઘટનામાં લોકોનું ન હતું. તેઓ પૈકી ઘણા કાળનો કોળિયો બની ગયા હતા. જે ઘટના પઠાનકોટ- ડેલબાઉસી રોડ પર બની હતી જેમાં ચંબા જિલ્લાના બીનખેતની પાસે પંચપુલા ખીણમાં બસ પડી ગઈ હતી. જેમાં 12ના મોત થયા હતા અને 25થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.

હિમાચલની ઘટનામાં બા જિલ્લાના બનીખેતની પાસે પંચપુલા ખીણમાં બસ પડી હતી. 200 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બસ ખીણમાં પડવાથી 12 લોકોના મોત થયા હતા. જ્યારે 25થી વધુ લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. CM જયરામ ઠાકુરે પણ દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી. ઠાકુરે જિલ્લા તંત્રને રાહત કામગીરી ઉપલબ્ધ કરવવા અને પીડિતોને તમામ સંભવ મદદ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે તંત્રને ઇજાગ્રસ્તો માટે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવાના પણ આદેશ આપ્યા છે.

બીજી તરફ સાપુતારાની ઘટનામાં, રવિવારે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. સાપુતારા જવાના માર્ગે બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી સાપુતારા પ્રલવાસે જતી વિદ્યાર્થીઓ ભરેલી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડથી 10 ફૂટ જેટલી નીચ જતી રહી હતી. જોકે, ઝાડની આડસ હોવાના કારણે સદનસીબે બસ ખીણમાં ખાબકતા બચી હતી.

મળતી માહિતી મુજબ બસ રિવર્સ લેતા સમયે બસ રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી. સાપુતારા જવાનાં માર્ગે ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી સાપુતારા પ્રવાસે જતી ખાનગી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ રોડથી અચાનક જ નીચે જતી રહી હતી.