મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેર અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી એકાએક કોરોના પોઝીટીવ કેસોનો આંક સતત કુદકે ને ભૂસકે વધી રહયો છે.મોડાસા શહેરમાં સતત બીજા દિવસે કોરોના કહેર યથાવત રહેતા  મોડાસા પાલિકાના પૂર્વ નગરસેવક મનસુર ભાઈ બેલીમ કોરોનાથી મોત નિપજતા અને સોમવારે મોડાસા શહેરમાં ૩ તાલુકામાં-૧ અને બાયડમાં કોરોનાનો કેસ નોંધાતા જીલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલા સર્વોદય નગર વિસ્તારના રામ અને શ્યામ નામના બે સગા ભાઈઓનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતાં બંને આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોપીનો કોરોના પોઝિટિવ આવતા પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ બંને દર્દીઓને સારવાર માટે મોડાસાની કોવીડ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આરોપીઓના સંપર્કમાં આવેલ પોલીસ કર્મીઓને કોરન્ટાઇન કરવા અને કોરોના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવશેની માહિતી પ્રાપ્ત થઇ હતી આ અંગે ટાઉન પીઆઇ વાઘેલાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કર્યો હતો પરંતુ ફોન રિસીવ કરવાનું મુનાસીબ સમજ્યું ન હોતું.
 
પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર,રાજ્યભરમાં કોરોના વાયરસે કેર મચાવ્યો છે.લૉકડાઉન અનલોક થતાની સાથે મોડાસા શહેર અને અરવલ્લી જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસ સર્વોદય નગર વિસ્તારમાંથી બે દિવસ અગાઉ દારૂના ગુન્હામાં સંડોવાયેલા રામ અને શ્યામ નામના બે સગા ભાઇઓની ધરપકડ કરી હતી સરકારની ગાઈડ લાઈન અનુસાર બંનેનો કોરોના રિપોર્ટ ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. આરોપીનો કોરોના પોઝિટિવ આવતા જ પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કોરોનાનો ભય ફેલાયો છે .
 
મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારમાં રહેતા બે યુવાનો,જનકપાર્ક માં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધ ,સરડોઇનો ૩૬ વર્ષીય યુવક અને બાયડ તાલુકાના ભુખેલ ગામનો ૩૨ વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત બનતાં જીલ્લામાં કોરોનાનો આંક ૨૨૪ પર પહોંચતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
 
મોડાસાના ચાંદટેકરી વિસ્તારનાં ૧૨ લોકો કોરોનામાં સપડાયા હોવાની યાદી સોશ્યલ મીડિયામાં ફરતી થતાં અનેક તર્ક-વિતર્ક

મોડાસામાં રોજેરોજ કોરોના પોઝીટીવ કેસોનો આંક વધી રહયો છે જે ચિંતાનો વિષય છે.આ રોગને નાથવા માટે આરોગ્ય તંત્ર હવાતીયા મારી રહયું છે.પણ કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર નિષ્ફળ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મોડાસા શહેરના પૈસાદાર લોકો કોરોનાની સારવાર માટે સ્થાનિક આરોગ્ય તંત્ર પર ભરોશો ન હોવાથી અમદાવાદ, ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે શહેરના ચાંદટેકરી વિસ્તારમાં ૧૨ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હોવાની તમામ દર્દીઓની નમજોગ યાદી સોશ્યલ મીડિયામાં ફરતી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે બીજીબાજુ આ અંગે આરોગ્ય તંત્ર દ્વારા ચાંદટેકરી વિસ્તારમાં ૪ લોકોને કોરોના પોઝેટીવ હોવાનું જણાવ્યું હતું અને હાલ ચાંદટેકરી વિસ્તારને કન્ટેન્ટમેન્ટ કરવા અને સર્વને કામગીરી હાથધરાવાં આવી રહી હોવાનું જણાવ્યું હતું