મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડ તાલુકાના સુંદરપુરા ગામે પાંચ દિવસ અગાઉચોરાયેલા બે બાઇકની ફરિયાદ બાદ પોલીસે શકમંદોની પૂછપરછના આધારે બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામેથી બાઇક જપ્ત કરી બાયડ તાલુકાના ત્રણ શખ્સોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. બાયડ તાલુકાના સુંદરપુરા ગામે ચાર દિવસે અગાઉ બે બાઈક તથા મોબાઈલની ચોરી થવા પામી હતી. બાયડ પોલીસ સ્ટેશને તા.૨-૯-૨૦૨૦ ના રોજ બાઈક ની ચોરી ની ફરીયાદ નોંધાવી હતી. તેની તપાસ ચાલુ હતી તે દરમિયાન બાયડ પી.આઈ. એન.જી.ગોહિલ બાતમીના આધારે ટીમના માણસોને તપાસ માટે મોકલતા બાલાસિનોર તાલુકાના ભાંથલા ગામે તપાસ કરતા ચોરાયેલું હીરો હોન્ડા ડ્રીમ સીડી ૧૦૦ મોટર સાયકલ તેમજ બજાજ સીટી ૧૦૦ મોટર સાયકલ જેની કુલ કિંમત ૪૦૦૦૦ તે મળી આવ્યા છે. બાઈકના ચોરી કરતા આરોપીને ઝડપી લીધ્યા હતા.

બાયડ પોલીસે (૧) રણજીતભાઈ હિરાભાઈ સોલંકી, રહે.ચપટીયા,તા.કપડવંજ, (૨) નટુભાઈ જેશીંગભાઈ ચૌહાણ રહે. પટેલનામુવાડા, તા.બાયડ, (૩) બાબુભાઈ ઉર્ફે પુંજાભાઈ ભાથીભાઈ સોલંકી રહે.કસૈયા,તા.બાયડ  બાયડ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી જેલના હવાલે કર્યા હતા. તેમજ મહેન્દ્રભાઈ ધીરાભાઈ સોલંકી (રહે.ચપટીયા) પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બાયડ પોલીસ સ્ટેશન દ્વારા બાઈક ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલનું મોટર સાયકલ રીકવર કરી અનડીટેકટ  ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.