મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ટ્વીટર દ્વારા દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂના પર્સનલ ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવવાનો મામલો સમાચારોમાં છવાયો છે, મામલામાં બબાલ ઊભી થતી જોતાં ટ્વિટરે હવે કલાકોમાં જ ફરી વૈંકૈયા નાયડૂના એકાઉન્ટ પર બ્લૂ ટિક લગાવી દીધું છે. મતલબ હવે નાયડૂનું એકાઉન્ટ વેરિફાઈડ છે. બીજી બાજુ ટ્વિટર અને કેન્દ્ર સરકારની તકરાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. કેન્દ્ર સરકારે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરને અંતિમ ચેતવણી આપી છે કે નવા ડિજિટલ નિયમ તુરંત લાગુ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.

આ પહેલા ટ્વિટરે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિતના ત્રણ મોટા નેતાઓના ટ્વિટર એકઉન્ટને અનવેરિફાઈડ કરી દીધા હતા, એટલે કે બ્લૂ ટિક હટાવી દીધી હતી. જેમાં ઉપરાષ્ટ્રપતિનું પણ એકાઉન્ટ હતું જેને બાદમાં પાછું આપી દેવાયું હતું.

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY)ના ગ્રુપ કોર્ડિનેટર રાકેશ માહેશ્વરી દ્વારા 5 જુનએ ટ્વીટરને લખેલી ચિઠ્ઠીમાં કહેવાયું છે કે ટ્વીટરના પત્રમાં ન તો નવા ડિજિટલ નિયમોને લાગુ કરવા પર સ્પષ્ટીકરણ આપ્યું છે અને ન તેને અમલમાં લાવવામાં આવ્યું છે.

મંત્રાલયએ નવા ડિજિટલ નિયમો પર 26 મે 2021 અને 28 મે 2021એ લખેલા પત્ર સંદર્ભમાં લખ્યું છે કે ટ્વિટરએ આજ સુધી કમ્પલાયંસ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી અને નોડલ ઓફિસરની માહિતી આપી નથી. પત્રમાં કહેવાયું છે કે ટ્વીટરની ઓફીસનું એડ્રેસ પણ એક લો ફર્મનું છે જે નિયમાનુકુલ નથી.

Advertisement


 

 

 

 

 

મંત્રાલયએ ચિઠ્ઠીમાં સાફ રીતે કહ્યું છે કે જો ટ્વિટરએ નવા ડિજિટલ નિયમોને નહીં માન્યા તો આઈટીએક્ટ 2000 ની કલમ 79 અંતર્ગત ઈંટરમીડિયરીના કાયદાનો દરજ્જો ખત્મ કરાઈ શકે છે. ભારતના લોકો જે ટ્વિટર પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેને સાફ મેકેનિજમનો અધિકાર છે, જેથી તેમની ફરિયાદોનું યોગ્ય નિવારણ થઈ શકે.

ટ્વીટરએ બ્લૂ ટિક હટાવ્યા પર ચોખવટ કરી હતી કે જુલાઈ 2020થી અકાઉન્ટ લોગ ઈન નથી કરવામાં આવ્યા જેને કારણે આવું થયું છે. એટલું જ નહીં બીજી એક ઘટનામાં દિલ્હી પોલીસની છ સદસ્યોની ટીમ 24 મેએ ટ્વિટરની ગુરુગ્રામ અને લાડોસરાયના ઓફિસ પર પણ પહોંચી ગઈ હતી. કહેવાય છે કે પોલીસ ટ્વિટરના મેનેજીંગ ડાયરેક્ટર (ઈંડિયા)ના મામલામાં નોટિસ પકડાવી દીધી હતી. ટ્વિટરે તે બાબત પર નારાજગી વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.