મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: વિવિધ ટીવી સિરિયલમાં અભિનયથી જાણીતા બને યુવા એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું મુંબઇ ખાતે હાર્ટએટેકથી નિધન થયું છે. સિદ્ધાર્થની ઉંમર 40 વર્ષ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું નિધન થયું હતું. સિદ્ધાર્થ શુક્લાને મુંબઇની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાના નિધન અંગે મુંબઇ પોલીસે સત્તાવાર જાહેરાત કરી છે. 

યુવાન એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ હમ્ટી શર્મા કી દુલ્હનિયા નામની ફિલ્મથી બોલિવુડમાં પણ પદાર્પણ કર્યું હતું. સિદ્ધાર્થનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ મુંબઇના હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

Advertisement


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ-13માં વિજેતા બન્યો હતો અને આ દરમિયાન તેની જોડી પંજાબી એક્ટ્રેસ શહનાઝ ગીલ સાથે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ પહેલા તે ટીવી સિરિયલ બાલિકા વધૂ, ફિયર ફેક્ટર- ખતરો કે ખિલાડી સિઝન-7, સાવધાન ઇન્ડિયા, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, બાબુલ કા અંગના છૂટે ના, બ્રોકન બટ બ્યુટીફુલ-3માં કામ કરી ચુક્યો છે. 

યુવા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી ટીવી અને બોલિવુડ જગતમાં દુખની લાગણી વ્યાપી ગઇ છે અને સ્ટોર્સ તેના નિધન પર દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.