મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ૨૧મી ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિન, પ્રજાના જાન માલની રક્ષા માટે જીવનનું બલિદાન આપી વીરગતિ પામનાર પોલીસદળના શહીદ જવાનોની યાદમાં સમગ્ર દેશમાં પોલીસ શહીદ દિન અન્વયે શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે અરવલ્લી જીલ્લા પોલીસ ભવન ખાતે પોલીસ ફરજ દરમિયાન શહીદ થયેલ વીર જવાનોને પુષ્પાંજલી અને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસ ભવન ખાતે જીલ્લા પોલીસવડા સંજય ખરાત સહીતના તમામ અધિકારીઓએ દેશમાં શહીદ થયેલા પોલિસ જવાનોને શોક સલામી આપવામાં આપવામાં આવી હતી પોલીસભવન ખાતે શહીદ સ્મારક પર પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.જીલ્લા પોલીસતંત્રમાં ફરજ દરમિયાન મોત નીપજેલ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું.