મેરાન્યૂઝ નેટવર્ક. દિલ્હી : રાજધાની દિલ્હી આજે સાંજે ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. જોકે હજી સુધી કોઈ જ જાનહાની કે માલહાનીના અહેવાલ સામે આવ્યા નથી. દિલ્હી ઉપરાંત મળેલી જાણકારી પ્રમાણે ભૂકંપના ઝટકા નોએડા સાથે ઉત્તરાખંડમાં અનુભવાયા હતા. ભૂંકપનું કેન્દ્ર બિંદુ ભારત અને નેપાળે સરહદે હોવાનું માનવામાં આવે છે.

ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠ્યા હતાં. ડરના માર્યા લોકો ઘર તેમજ ઓફિસની બહાર દોડી આવ્યા હતાં. પરંતુ સદનસીબે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલને નુકસાન થવાના કોઈ જ અહેવાલ નથી. ભૂકંપના આ આંચકા સાંજે લગભગ 7.05 કલાકે  અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણા ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.જાણકારી પ્રમાણે આ ભારત-નેપાળ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા

અમેરિકાની એજન્સી પ્રમાણે, ભૂકંપનું એપી સેન્ટર જમીનથી 1.3 કિલોમીટર નીચે રહ્યું હતું. યૂનાઇટેડ સ્ટેટ જિઓલોજીકલ સર્વે પ્રમાણે એપિસેન્ટર નેપાળના ખપતાડ નેશનલ પાર્કની નજીક રહ્યું છે. આ અગાઉ ગઈ કાલે સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા.