મેરાન્યૂઝ નેટવર્ક.લખનઉઃ બ્રેઈનની ગંભીર બિમારીઓથી પીડિત દર્દીઓની સારવાર ઓપન સર્જરીથી વગર સંભવ થઈ શકશે. લોહિયા સંસ્થાનના ન્યૂરો સર્જરી વિભાગમાં ન્યૂરો ઈન્ટરવેશ લેબ જલ્દી સ્થાપિત થવા જઈ રહી છે. લેબમાં અંદાજીત 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ડિજીટલ સબ ટ્રેક્શન એન્જિયોગ્રાફી (ડીએસએ) મશીન જૂન સુધી લગાવવામાં આવશે. તેની મદદથી ન્યૂરો ઈન્ટરવેંશન સ્ટ્રોક અને એન્યૂરિજ્મ દર્દીને આધુનિક ટેક્નીકથી બીન સર્જિકલ સારવાર ઉપલબ્ધ થઈ શકશે. તેને પીનહોલ સર્જરી પણ કહી શકાય છે. લકવામાં ટ્રાન્સિએટ એસ્કેમિક સ્ટ્રોક (ટીપીએ) આવવા પર તત્કાલ ક્લોટ હટાવવા માટે થ્રોમ્બોલિસિસ થેરાપી ફક્ત સાડા ચાર કલાક સુધીમાં દર્દી પર કામ કરે છે. તેની મદદથી સ્ટ્રોકના દર્દીઓના મોત કે તેમને પેરેલાઈઝ્ડ થતા બચાવી શકાય છે, પણ ડીએસએની મદદથી ઈંટરવેંશન માટે સીધા બ્રેઈનમાં આ થેરાપીને છ કલાકમાં કરવામાં આવી શકાય છે.

બ્રેઈન એન્યૂરિઝમ એટલેકે લોહીની નળીના ફુગ્ગાઓના દર્દીઓની સર્જરી પર ક્લિપિંગથી ઉપચાર કરી શકાય છે. હવે આ સારવાર 75 ટકા સુધી ઈન્ટરવેંશનથી કરાઈ રહ્યો છે. આ લેબમાં આધુનિક ટેક્નીકના માધ્યમથી વગર સર્જરીએ ધમની દ્વારા નળીઓ તથા તારમાં કોઈલ્સ નાખીને એન્યૂરિઝમની સારવાર શરૂ કરી દેવાશે.